Ricky Ponting Asia Cup 2022: એશિયા કપ 2022 માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચૂકી છે. 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ભારત-પાકિસ્તાન મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે મોટો દાવો કર્યો છે. રિકી પોન્ટિંગે આ મેચ અને ટૂર્નામેન્ટની જીત પર પોતાનો મોત વ્યક્ત કર્યો છે. રિકી પોન્ટિંગનુ માનવુ છે કે આ વખતે ભારત-પાકિસ્તાન મેચમાં ભારતનુ પલડુ ભારે રહેશે, કેમ કે રોહિત શર્માની આગેવાની વાળી ભારતીય ટીમ ખુબ મજબૂત છે. 


શું કહ્યું રિકી પોન્ટિંગ - 
રિકી પોન્ટિંગે કહ્યું કે, ભારત સતત વિશ્વ સ્તરીય ક્રિકેટર તૈયાર કરી રહ્યું છે, છેલ્લા 15-20 વર્ષોમાં ભારતે કેટલાય શાનદાર ખેલાડીઓ આપ્યા છે. તેમને કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવાની મજા ખુબ અલગ હોય છે. મારુ માનવુ છે કે, એશિયા કપમા ભારતીય ટીમ સાથે જ શરૂઆત કરશે, આ ટીમ 28 ઓગસ્ટની લીગ સ્ટેજ મેચ ઉપરાંત સુપર-4માં પણ આમને સામને ટકરાશે. ખરેખરમાં ગયા ટી20 વર્લ્ડકપ 2021માં બન્ને ટીમોનો આમનો સામનો થયો હતો, તો ભારતીય ટીમને હારનો સાામનો કરવો પડ્યો હતો. આ વખતે ભારતીય ટીમ એશિયા કપ જીતવાની મજબૂત દાવેદાર છે. 


Asia Cup 2022: ક્યારે થઇ હતી એશિયા કપની શરૂઆત, કોન-કોન જીતી ચૂક્યુ છે આ ટ્રૉફી, જુઓ લિસ્ટ.........
Asia Cup History and Winner List: એશિયાનો સૌથી મોટો મહાકુંભ એટલે કે એશિયા કપ 2022 ક્રિકેટ ટૂર્નામેન્ટ આગામી 27 ઓગસ્ટથી શરૂ થઇ રહી છે. વળી, આ ટૂર્નામેન્ટનો મહામુકાબલો 28 ઓગસ્ટે થશે, એટલે કે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં જંગ જામશે. આ વખતે એશિયા કપ UAE માં રમાશે. આ ટૂર્નામેન્ટની શરૂઆત વર્ષ 1984 માં થઇ હતી. ખાસ કરીને આ ટૂર્નામેન્ટમાં ભારતનો ખુબ દબદબો રહ્યો છે. આજે અમે તમને આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલો રોચક ઇતિહાસ અને ચેમ્પિયન ટીમ વિશે બતાવીશું........... 


એશિયા કપમાં કયા-કયા દેશે મારી બાજી - 


1984 - ભારત
1986 - શ્રીલંકા
1988 - ભારત
1991 - ભારત
1995 - ભારત
1997 - શ્રીલંકા
2000 - પાકિસ્તાન
2004 - શ્રીલંકા
2008 - શ્રીલંકા
2010 - ભારત
2012 - પાકિસ્તાન
2014 - શ્રીલંકા
2016 - ભારત
2018 - ભારત
2022 - 


અત્યાર સુધી રમાયેલા એશિયા કપમાં ભારતે કુલ 7 વાર, શ્રીલંકાએ 5 વાર અને પાકિસ્તાને 2 વાર ખિતાબ પર કબજો કર્યો છે. 


Asia Cup 2022: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા -
ટીમ ઈન્ડિયા - રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વીસી), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, આર પંત (વિકી), દિનેશ કાર્તિક (વિકી), હાર્દિક પંડ્યા, આર જાડેજા, આર અશ્વિન , યુઝવેન્દ્ર ચહલ, આર બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.