ઓસ્ટ્રેલીયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્નનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ હાર્ટ એટેકના કારણે શેન વોર્નનું નિધન થયું છે. તેમની ઉંમર 52 વર્ષની હતી. શેન વોર્નના નિધનથી ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છવાયો છે. શેન વોર્નના મૃત્યુના સમાચારથી ક્રિકેટ ચાહકોને હેરાન કરી દીધા છે. મળતી જાણકારી પ્રમાણે, શેન વોર્ન થાઈલેન્ડમાં હતા ત્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો ત્યાર બાદ તેમનું નિધન થયું હતું.
વિશ્વના દિગ્ગજ સ્પિનરમાં સામેલ ઓસ્ટ્રેલિયાના શેન વોર્નેનું નિધન થયું છે. આઈપીએલમાં તેઓએ પૂર્વ વિજેતા ટીમ રાજસ્થાન રોયલ્સના મેન્ટર રહ્યા હતા. પોતાની કેપ્ટનશિપમાં રાજસ્થાનને એક વખત આઈપીએલ ચેમ્પિયન બનાવ્યું હતું. શેન વોર્નનું હુલામણું નામ વોર્ની હતું.
શેન વોર્નનો જન્મ 13 સપ્ટેમ્બર 1969ના રોજ ઓસ્ટ્રેલીયામાં થયો હતો. શેન વોર્નની ગણતરી દિગ્ગજ બોલર અને દિગ્ગજ ક્રિકેટરોમાં થાય છે. શેન વોર્નની સ્પિન બોલીંગમાં સારી પકડ હતી. તેઓ બેથી ત્રણ પ્રકારની ગુગલી બોલીંગ કરી શકતા હતા. શેન વોર્ને ભુલાઈ ગયેલી લેગ સ્પિનની કળા પરત લાવી હતી. વર્ષ 2006માં શેન વોર્ન ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યા હતા. વર્ષ 1993ની એશીસ સીરીઝમાં ઈંગ્લેન્ડ સામે વોર્ને 6 ટેસ્ટ મેચમાં 34 વિકેટ ઝડપી હતી.
પૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સહેવાગે શેન વોર્નના ફોટો સાથે ટ્વીટ કરતાં લખ્યું કે, મનાઈ નથી રહ્યુ. મહાન સ્પિનરોમાંથી એક, સ્પિનને કુલ બનાવનાર સુપરસ્ટાર શેન વોર્ન નથી રહ્યા. તેમના પરિવાર, દોસ્તો, દુનિયાભરના તેમના ચાહકો પ્રતિ મારી સંવેદનાઓ.