Tim david record in T20I: ટિમ ડેવિડનો T20I માં રેકોર્ડ: વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 મેચ (વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ત્રીજી T20I) માં, ટિમ ડેવિડે માત્ર 37 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. ટિમ ડેવિડ હવે ઓસ્ટ્રેલિયા તરફથી T20 આંતરરાષ્ટ્રીયમાં સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. તેણે જોશ ઈંગ્લિસનો રેકોર્ડ તોડ્યો, જેમણે 2024 માં સ્કોટલેન્ડ સામે 43 બોલમાં સદી ફટકારવાનો સિદ્વિ મેળવ્યો હતો. આ ઉપરાંત, ટિમ ડેવિડ T20 આંતરરાષ્ટ્રીયમાં પૂર્ણ સભ્ય ટીમ તરફથી સૌથી ઝડપી T20I સદી ફટકારનાર વિશ્વનો ચોથો બેટ્સમેન બન્યો છે.
ઓસ્ટ્રેલિયા માટે સૌથી ઝડપી T20I સદી37 બોલ - ટિમ ડેવિડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, 2025*43 બોલ - જોશ ઈંગ્લિસ વિરુદ્ધ સ્કોટલેન્ડ, 202447 બોલ - એરોન ફિન્ચ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 201347 બોલ - ગ્લેન મેક્સવેલ વિરુદ્ધ ભારત, 2023
ફૂલ મેમ્બર ટીમ તરફથી બૉલના હિસાબે સૌથી ફાસ્ટ ટી20 સદી
સિકંદર રઝા (34)રોહિત શર્મા (35)ડેવિડ મિલર (35)ટિમ ડેવિડ (37)*જોહ્ન્સન ચાર્લ્સ (39)લિયામ લિવિંગસ્ટોન (42)હઝરતુલ્લાહ ઝાઝાઈ (42)કુસલ પરેરા (44)હસન નવાઝ (44)ગ્લેન ફિલિપ્સ (46)કેવિન ઓ'બ્રાયન (53)તમીમ ઇકબાલ (60)
આ સાથે જ, ટિમ ડેવિડ પૂર્ણ સભ્ય ટીમ સામે સૌથી ઝડપી T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર વિશ્વનો સંયુક્ત બીજો બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્મા અને ડેવિડ મિલર આ બાબતમાં સૌથી આગળ છે. રોહિતે 2017માં શ્રીલંકા સામે 35 બોલમાં સદી ફટકારવાનો ચમત્કાર કર્યો હતો. તે જ સમયે, મિલરે 2017માં બાંગ્લાદેશ સામે 35 બોલમાં સદી ફટકારી હતી. તમને જણાવી દઈએ કે ભારતના અભિષેક શર્માના નામે ઇંગ્લેન્ડ સામે 37 બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ છે.
પૂર્ણ-સભ્યો વિરુદ્ધ સૌથી ઝડપી T20I સદી
35 બોલ - રોહિત શર્મા વિરુદ્ધ શ્રીલંકા, 201735 બોલ - ડેવિડ મિલર વિરુદ્ધ બાંગ્લાદેશ, 201737 બોલ - ટિમ ડેવિડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, 2025*37 બોલ - અભિષેક શર્મા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 202539 બોલ - જોહ્ન્સન ચાર્લ્સ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, 2023
મેચની વાત કરીએ તો, ટિમ ડેવિડે ૩૭ બોલમાં ૧૦૨ રનની અણનમ ઇનિંગ રમી હતી જેમાં તેણે ૬ ચોગ્ગા અને ૧૧ છગ્ગા ફટકાર્યા હતા. ૧૧ છગ્ગા ફટકારીને, ડેવિડ એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ધરાવતો બીજો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બન્યો છે. એરોન ફિન્ચે ટી૨૦ ઇનિંગમાં કુલ ૧૪ છગ્ગા ફટકાર્યા છે જે ઓસ્ટ્રેલિયા તરફથી એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે.
મેચની વાત કરીએ તો, વેસ્ટ ઈન્ડિઝે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ 16.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 215 રન બનાવીને મેચ જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે શાઈ હોપે 57 બોલમાં 102 રનની અણનમ ઇનિંગ રમી હતી. પરંતુ બીજી તરફ, ટિમ ડેવિડે જોરદાર સદી ફટકારી અને ટીમને વિજય અપાવ્યો.