IND vs AUS 3rd Test: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે અત્યારે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ઇન્દોરના હોલ્કર ગ્રાઉન્ડ પર આજે બીજા દિવસ રમત પૂર્ણ થઇ ચૂકી છે. પરંતુ આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર સ્પીનર નાથન લિયૉનનો તરખાટ જોવા મળ્યો છે. નાથન લિયૉનની ધાકડ બૉલિંગ સામે ભારતીય ટીમ ધરાશાયી થઇ ગઇ છે. ખાસ વાત છે કે, ઇન્દોર ટેસ્ટમાં નાથન લિયૉનના નામે એક મોટી ઉપલબ્ધિ પણ નોંધાઇ ગઇ છે, નાથન લિયૉને બૉલિંગમાં મુરલીધનના મહારેકોર્ડને પણ તોડી નાંખ્યો છે, અને આમ કરનારો પહેલો સ્પીનર બની ગયો છે. 


Nathan Lyonએ તોડ્યો મુરલીધરનનો મહારેકોર્ડ  - 
ઓસ્ટ્રેલિયન સ્ટાર સ્પીનર નાથન લિયૉન આમ તો દુનિયાભરમાં વિકેટો ઝડપે છે, પરંતુ ભારતમાં તેનું પ્રદર્શન જોવાલાયક રહે છે. ઇન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં જેવો શુભમન ગીલને આઉટ કર્યો તેવો જ તેના નામે એક મોટો રેકોર્ડ નોંધાઇ ગયો. ખરેખરમાં, નાથન લિયૉનની ભારતમાં 106મી વિકેટ હતી, અને આની સાથે જ તે ભારત વિરુદ્ધ સૌથી વધુ વિકેટો લેનારો સ્પીનર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ શ્રીલંકન સ્પીનર મુથૈયા મુરલીધરનના નામે હતો, તેને 105 વિકેટો ઝડપી હતી. આની સાથે જ તે ભારત વિરુદ્ધ 105 થી વધુ વિકેટો લેનારો પહેલો સ્પીનર બની ગયો છે. 


ભારત વિરુદ્ધ સૌથી વધુ વિકેટો લેનારા સ્પીનર્સ  -


નાથન લિયૉન - 108* વિકેટો
મુથૈયા મુરલીધરન - 105 વિકેટો 
લાન્સ ગિબ્સ - 63 વિકેટો
ડેરેક અંડરવૂડ - 62 વિકેટો


 


IND vs AUS, 3rd Test: બીજા દિવસની રમત પૂર્ણ, ત્રીજી ટેસ્ટમાં ભારત પર હારનો ખતરો, ઓસ્ટ્રેલિયાને જીત માટે આપ્યો 76 રનોનો ટાર્ગેટ


IND vs AUS 3rd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પર હારનો ખતરો મંડરાઇ રહ્યો છે. ભારતીય ટીમ બીજા દિવસની રમત પૂર્ણ થાય ત્યાં સુધી બીજી ઇનિંગ પુરી કરી ચૂકી છે, અને માત્ર 163 રનોમાં સમેટાઇ ગઇ છે, આ સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમને ઇન્દોર ટેસ્ટમાં જીત માટે ફક્ત 76 રનોનો નજીવો ટાર્ગેટ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે. રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા શરૂઆતી બે ટેસ્ટ મેચો જીતીને સીરીઝમાં પહેલાથી 2-0થી લીડ બનાવી ચૂકી છે, હવે ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પર હારનો ખતરો મંડરાઇ રહ્યો છે. 


બીજા દિવસની રમત પૂર્ણ - 
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇન્દોરના હૉલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ભારતીય ટીમે આ સીરીઝમાં 2-0થી આગળ છે. ત્રીજી ટેસ્ટમાં આજે બીજા દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. ટેસ્ટમાં બીજા દિવસના અંતે ભારતીય ટીમ ફરી એકવાર કંગાળ સ્થિતિમાં જોવા મળી, ભારતીય ટીમની બીજી ઇનિંગમાં માત્ર 163 રનોમાં સમેટાઇ ગઇ હતી. ટીમ ઇન્ડિયાએ બીજી ઇનિંગમાં કુલ 60 ઓવરની રમત રમી હતી, જેમાં 10 વિકેટો ગુમાવીને 163 રન બનાવ્યા હતા. 


આ ટેસ્ટમાં ફરી એકવાર એકલવીરની જેમ ચેતેશ્વર પુજારા ઇન્દોરની પીચ પર ટકી રહ્યો હતો, પુજારાએ શાનદાર બેટિંગ કરતાં 142 બૉલનો સામનો કરીને 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 59 રનોની ઉપયોગી ઇનિંગ રમી હતી. જોકે, બાદમાં વિકેટની પાછળ સ્લિપમાં નાથન લિયૉનના એક બૉલને કટ કરવા જતાં સ્ટીવ સ્મિથના હાથમાં ઝીલાઇ ગયો હતો, સ્ટીવે પુજારાનો આ અદભૂત કેચ કરીને પુજારાને પેવેલિયન ભેગો કર્યો હતો. 


ટીમ ઇન્ડિયામાં પુજારાની 59 રનોની ઇનિંગ સિવાય કોઇ બેટ્સમેને કંઇ ખાસ કરી શક્યો નહતો. શ્રેયસ અય્યર 26, રવિચંદ્રન અશ્વિન 16, અક્ષર પટેલ 15 અને વિરાટ કહોલી 13 રનાવી શક્યા હતા. કાંગારુ બૉલરોની સામે ફરી એકવાર ટીમ ઇન્ડિયા ધરાશાયી થઇ ગઇ હતી.