IND vs AUS 3rd Test: બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી 2023 (BGT 2023) ની ત્રીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસે આર અશ્વિને (R Ashwin) પોતાના નામે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજો બૉલર બની ગયો છે. અહીં તેને દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવ (Kapil Dev) ને પણ પાછળ પાડી દીધો છે. 


ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ઇન્દોરમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસના પહેલા સેશનમાં જ અશ્વિને ત્રણ વિકેટો ઝડપી. સૌથી પહેલા પીટર હેન્ડ્સ્કૉમ્બની વિકેટ મેળવતા જ તેને કપિલ દેવની 687 ઇન્ટરનેશનલ વિકેટના રેકોર્ડની બરાબરી કરી દીધી. અશ્વિને એલેક્સ કેરીને પેવેલિયન મોકતાની સાથે જ કપિલ દેવને તેને પાછળ છોડી દીધો હતો. અશ્વિન આટલે રોકાયો નહીં પરંતુ તેને નાથન લિયૉનને બૉલ્ડ કરીને પોતાની ઇન્ટરનેશનલ વિકેટોની સંખ્યાને 689 સુધી પહોંચાડી દીધી હતી. 


ઇન્દોર ટેસ્ટમાં બીજા દિવસે અશ્વિને આ લાજવાબ બૉલિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ વધુ લીડ નથી બનાવી શકી. ઓસ્ટ્રેલિયન ટીમે 197 રન પર જ ઓલાઉટ થઇ ગઇ છે, જોકે, ઇન્ડિયાએ તેની પહેલી ઇનિંગમા માત્ર 109 રન બનાવ્યા હતા. અશ્વિનના નામે હવે ટેસ્ટ ક્રિકેટમાં 466, વનડેમાં 151 અને ટી20 ઇન્ટરનેશનલમાં 72 વિકેટો થઇ ચૂકી છે. ટેસ્ટ ક્રિકેટમાં તે ભારતનો બીજો સૌથી વધુ વિકેટો લેનારો બૉલર બની ગયો ચ.છે. 


અશ્વિનની આગળ છે આ બે બૉલર  -
ભારત માટે સૌથી વધુ ઇન્ટરનેશનલ વિકેટ લેવારો બૉલરો અનિલ કુમ્બલે છે. કુંમ્બલેએ 403 ઇન્ટરનેશનલ મેચોમાં 501 ઇનિંગોમાં બૉલિંગ કરતાં કુલ 956 વિકેટો ઝડપી હતી. અહીં બીજા નંબર પર હરભજન સિંહનુ નામ આવે છે. હરભજન સિંહે 367 મેચોની 444 ઇનિંગોમાં 711 વિકેટો ઝડપી છે. વળી હવે, ત્રીજા નંબર પર અશ્વિન છે. અશ્વિને અત્યારે 269 મેચોની 347 ઇનિંગોમાં 689 વિકેટો હાંસલ કરી લીધી છે.