ટીમ ઇન્ડિયાના સ્પિનર અક્ષર પટેલે પોતાના જન્મદિવસ પર કરી સગાઇ, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો

અક્ષર પટેલે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ શેર કરી છે જેમાં તે પોતાની ફિયાન્સીને રિંગ પહેરાવતો જોવા મળી રહ્યો છે.

Continues below advertisement

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્પિનર અક્ષર પટેલે 20 જાન્યુઆરીના રોજ પોતાના 28મા જન્મદિવસે પોતાની ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઇ કરી હતી. અક્ષર પટેલે સોશિયલ મીડિયામાં  સગાઇની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. અક્ષર પટેલની સગાઇના અહેવાલો જાહેર થતા ટીમ ઇન્ડિયાના સાથી ખેલાડીઓએ અક્ષર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

Continues below advertisement

અક્ષર પટેલને સાઉથ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો નથી. વર્ષ 2021માં ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનારા અક્ષર પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે આજે આ જિંદગીની એક નવી શરૂઆત છે, આજથી હમેશા એક સાથે. તમને હંમેશા માટે પ્રેમ. અક્ષર પટેલે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ શેર કરી છે જેમાં તે પોતાની ફિયાન્સીને રિંગ પહેરાવતો જોવા મળી રહ્યો છે.

અક્ષર પટેલે ખૂબ યાદગાર રીતે પોતાની મંગેતરને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. સગાઇ માટે અક્ષર પટેલે પોતાના જન્મદિવસ પસંદ કર્યો હતો. અક્ષરની તસવીરો 'Marry Me' નું બોર્ડ આ વાત તરફ ઇશારો કરી રહ્યું છે. ઋષભ પંતે અભિનંદન આપતા કહ્યું કે ‘મેરે થેપલો કો બધાઇ’. ઉલ્લેખનીય છે કે  વર્ષ 2021માં ઇગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કરનાર અક્ષર પટેલ માટે છેલ્લુ વર્ષ યાદગાર રહ્યુ હતુ. અક્ષર પટેલે પાંચ ટેસ્ટમાં 36 વિકેટ ઝડપી છે.

Continues below advertisement
Sponsored Links by Taboola