Virat Kohli Vs Sourav Ganguly: ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે ચાલી રહેલા વિવાદમાં મોટો ખુલાસો થયો છે. એક રિપોર્ટ અનુસાર, સાઉથ આફ્રિકાના પ્રવાસ પર રવાના થતા અગાઉ વિરાટ કોહલીએ કેપ્ટનના રૂપમાં પ્રેસ કોન્ફ્રરન્સ કરી હતી જેના પર વિવાદ થયો હતો. વિરાટે પ્રેસ કોન્ફ્રરન્સમાં જે દાવાઓ કર્યા હતા જેને લઇને સૌરવ ગાંગુલી વિરાટને કારણ બતાવો નોટિસ મોકલવા માંગતા હતા.


વાસ્તવમાં કોહલીએ ટી-20ની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી ત્યારબાદ સૌરવ ગાંગુલીએ દાવો કર્યો હતો કે તેણે કોહલીને આમ ન કરવા કહ્યુ હતુ પરંતુ કોહલીએ આ દાવાને ખોટો ગણાવ્યો હતો. ત્યારે સૌરવ ગાંગુલી કોહલીને કારણ બતાવો નોટિસ મોકલવવા માંગતા હતા પરંતુ બીસીસીઆઇના સચિવ જય શાહે ગાંગુલીને તેમ ન કરવા જણાવ્યુ હતું.


એક રિપોર્ટ અનુસાર, જય શાહે સૌરવ ગાંગુલી સાથે વાત કરી કોહલીને કારણ બતાવો નોટિસ ના મોકલવાની સલાહ આપી હતી. કારણ કે ત્યારે ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકાના પ્રવાસ પર હતી એવામાં જો ટીમના કેપ્ટનને નોટિસ આપવામાં આવશે તો તમામનું ધ્યાન તેના પર આવી જાય તેમ હતું. આ કારણ રહ્યું કે સૌરવ ગાંગુલીએ નોટિસ મોકલી નહોતી.


નોંધનીય છે કે ટી-20 વર્લ્ડકપ અગાઉ કોહલીએ ટી-20ની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. કેપ્ટનના રૂપમાં વર્લ્ડકપ તેની અંતિમ ટુનામેન્ટ હતી. બાદમાં ગાંગુલીએ નિવેદન આપ્યું હતું કે તેમણે પર્સનલી વિરાટને કેપ્ટનશીપ ન છોડવા કહ્યુ હતુ. જોકે બાદમાં કોહલીએ દાવો કર્યો હતો કે કોઇએ તેને કેપ્ટનશીપ ન છોડવાની વાત કરી નથી. પરંતુ પસંદગીકારો અને અન્ય લોકોએ તેના નિર્ણયનું સ્વાગત કર્યું હતું.


 


Aadhaar Card: આધાર કાર્ડમાં આવેલો ફોટો નથી ગમતો ? આ Tips અપનાવીને લગાવો મનપસંદ ફોટો


Instagram Paid Subscriptions: Instagram પરથી થશે મોટી કમાણી, લોન્ચ થયું નવું ફિચર, જાણો કેવી રીતે કરે છે કામ?


ICC Men's Test team 2021: ICCની 2021ની Test ટીમમાં ભારતના કયા ત્રણ ઘાતક ખેલાડીઓને મળ્યું સ્થાન ?


Amazon Republic Sale: Wi-Fi અને Alexaથી ચાલે છે આ સ્માર્ટ Geyser, કોઇ ખામી આવતા જ ઓટો ઓફ અને નૉટિફિકેશન પણ મોકલે છે