Axar Patel Wedding:  ટીમ ઈન્ડિયાના ક્રિકેટર કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. કેએલ રાહુલે તાજેતરમાં અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. હવે ટીમ ઈન્ડિયાનો વધુ એક ક્રિકેટર લગ્ન કરવા જઈ રહ્યો છે. ભારતીય ટીમનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે.  આ અંગેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આગલા દિવસે સંગીત સેરેમની હતી. જેમાં ક્રિકેટર જોરદાર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો પણ  જોવા મળી રહ્યાં છે. . અક્ષર અને મેહાની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે.


ગુજરાતી રીત રિવાજ પ્રમાણે થશે લગ્ન


અક્ષર પટેલ વડોદરામાં મંગેતર મેહા પટેલ સાથે લગ્ન કરશે. તેમના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. બુધવારે અક્ષર અને મેહાની મહેંદી સેરેમની યોજાઈ હતી. આ પ્રસંગે અક્ષરે મેહા પટેલ સાથે ડાન્સ કર્યો હતો. આ દરમિયાન અક્ષરે કુર્તા, પાયજામા-જેકેટ અને મેહાએ લહેંગા પહેર્યો હતો. તેણે ફ્લાવર જ્વેલરીથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. મળતી માહિતી મુજબ, સ્ટાર ખેલાડીઓ 26 જાન્યુઆરીએ નડિયાદમાં લગ્ન કરશે. આ લગ્નમાં ટીમ ઈન્ડિયા અને ગુજરાતના કેટલાક ખેલાડીઓ સામેલ થશે. અક્ષર પટેલ અને મેહા પટેલ બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. બંનેના લગ્ન ગુજરાતી રીતિ-રિવાજ મુજબ થશે. અક્ષર-મેહાએ એક વર્ષ પહેલા સગાઈ કરી હતી.






મેહા પટેલ શું કરે છે ?


ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલની પત્ની મેહા પટેલ પ્રોફેશનલ ડાયટિશિયન છે. મેહા પટેલે ભૂતકાળમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અક્ષર પટેલ સાથેના ઘણા ફોટા શેર કર્યા હતા. મેહાએ આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ઘણા ડાયટ પ્લાન પણ શેર કર્યા છે. આ સિવાય તે હેલ્ધી ડાયટ સાથે જોડાયેલી માહિતી શેર કરતી રહે છે. મેહા પટેલને પણ ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે અને તે ટ્રાવેલિંગ ફોટો શેર કરે છે. અક્ષર પટેલે ગયા વર્ષે તેના જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ મેહાને પ્રપોઝ કર્યું હતું.


સગાઈ 20 જાન્યુઆરી 2022ના રોજ થઈ હતી


20 જાન્યુઆરી 2022 ના રોજ, અક્ષર પટેલે મેહા સાથે સગાઈ કરી હતી. એવું માનવામાં આવે છે કે, 26 જાન્યુઆરીએ બંને લગ્ન કરશે. જો કે ક્રિકેટરે હજુ સુધી જાહેરમાં તેની જાહેરાત કરી નથી. માહી  અક્ષર પટેલ લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને માહીના સોશિયલ મીડિયા હેન્ડલ પર અક્ષર સાથે ઘણી તસવીરો છે. મેહા અને અક્ષર એકબીજાની ખૂબ જ નજીકથી બહુ પહેલાથી ઓળખે છે. ક્રિકેટર્સ તેમના મંગેતર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. તેવી પણ અનેક તસવીરો સામે આવી હતી. રિપોર્ટ્સ મુજબ વેડિંગ સેરેમની ચાર દિવસ સુધી ચાલશે.. લગ્નમાં મોટાભાગના ક્રિકેટરો હાજરી આપે તેવી શક્યતા જોવાઇ રહી છે.