નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ- આઇપીએલની ટાઇટલ સ્પૉન્સરની રેસમાં વધુ એક કંપનીનુ નામ જોડાઇ ગયુ છે.ચીની મોબાઇલ કંપની વીવોએ આ વર્ષ માટે ટાઇટલ સ્પૉન્સરથી દુર થયા બાદ યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ હવે આ રેસમાં આવી ગઇ છે. મનાઇ રહ્યુ છે આઇપીએલ મુખ્ય સ્પૉન્સરની રેસમાં બાબા રામદેવની પતંજલિ સૌથી આગળ છે.
પતંજલિના પ્રવક્તા એસકે તિજારાવાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, અમે આ વર્ષે આઇપીએલના ટાઇટલ સ્પૉન્સરની રેસમાં રહેવાનુ વિચારી રહ્યાં છીએ, કેમકે અમે પતંજલિ બ્રાન્ડને એક વૈશ્વિક મંચ પર લઇ જવા માંગીએ છીએ. તેમને એ પણ કહ્યું કે, ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડને આ વિશે એક પ્રસ્તાવ મોકલવાની તૈયારી કરી રહ્યાં છીએ.
કેટલાક લોકોનુ માનવુ છે કે એક ચીની કંપનીનો ઓપ્શન તરીકે એક રાષ્ટ્રીય બ્રાન્ડ તરીકે પતંજલિનો દાવો એકદમ મજબૂત છે, પરંતુ એક મલ્ટીનેશનલ કંપની તરીકે તેમની પાસે સ્ટાર પાવરની કમી છે.
ખાસ વાત છે કે, આઇપીએલ સ્પૉન્સરશીપ તરીકે ચીની કંપની વીવો હટી ગયા બાદ કેટલીક કંપનીઓ આઇપીએલની સ્પૉન્સર બનવા માટે આગળ આવી છે, આમાં જે કંપનીઓ સામેલ છે જેમાં ઓનલાઇન શૉપિંગ દિગ્ગજ કંપની અમેઝોન, ફેન્ટસી સ્પૉર્ટ્સ કંપની ડ્રીમ 11 અને ટીમ ઇન્ડિયાની જર્સી સ્પૉન્સર અને ઓનલાઇન લર્નિંગ કંપની બાયઝૂ પણ આ રેસમાં સૌથી આગળ છે.
IPL માટે બાબા રામદેવની કંપની મુખ્ય સ્પૉન્સર બને તેવી શક્યતા, જાણો બીજુ કોણ કોણ છે મેદાનમાં?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Aug 2020 11:39 AM (IST)
ચીની મોબાઇલ કંપની વીવોએ આ વર્ષ માટે ટાઇટલ સ્પૉન્સરથી દુર થયા બાદ યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ હવે આ રેસમાં આવી ગઇ છે. મનાઇ રહ્યુ છે આઇપીએલ મુખ્ય સ્પૉન્સરની રેસમાં બાબા રામદેવની પતંજલિ સૌથી આગળ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -