Babar Azam Broke Amla Record: પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ આ સમયે ખુબ જ શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. બાબર આઝમના આ શાનદાર ફોર્મના કારણે તે વન ડે ક્રિકેટમાં 60થી વધુ રનની એવરેજથી રન બનાવી રહ્યો છે. બાબરના ફોર્મનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે, છેલ્લી 8 વન ડે મેચોમાં તેણે 7 મેચોમાં અર્ધશતક ફટકાર્યું છે. જ્યારે 4 શતક પણ ફટકાર્યા છે. બાબર આઝમે પોતાની કમાલની બેટિંગ સાથે વન ડે ક્રિકેટમાં 88 ઈનિંગમાં સૌથી વધારે રન બનાવવામાં હાશિમ અમલાનો આ રેકોર્ડ તોડ્યો છે.


બાબરે તોડ્યો અમલાનો રેકોર્ડઃ


બાબર આઝમે પોતાની તોફાની બેટિંગ કરતાં સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડી હાશિમ અમલાનો વનડેમાં બનાવેલો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. બાબરે પોતાના કરિયરની શરુઆતની 88 ઈનિંગમાં સૌથી વધારે વન ડે રન બનાવનાર પ્લેયર બની ગયો છે. બાબરે પોતાની 88 ઈનિંગમાં કુલ 4516 રન બનાવી લીધા છે. જ્યારે હાશિમે 88 ઈનિંગમાં 4473 રન બનાવ્યા હતા. બાબર આઝમના ખતરનાક ફોર્મને જોતાં લાગી રહ્યું છે કે, બાબર વન ડેમાં સૌથી ઝડપી 5 હજાર રન બનાવનાર ખેલાડી પણ બની જશે.


એશિયા કપમાં થશે ભારત સામે મુકાબલોઃ


27 ઓગસ્ટના દિવસે એશિયા કપની શરુઆત થવાની છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો પાકિસ્તાન સામે 28 ઓગસ્ટના રોજ થશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ માટે સંપુર્ણ રીતે તૈયાર જોવા મળી રહી છે. ભારતીય ટીમ એશિયા કપ માટે 20 ઓગસ્ટે UAE જવા રવાના થશે. તો આ મેચની પહેલાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પણ તૈયારીમાં લાગી ગયો છે. પાકિસ્તાનને એશિયા કપની પહેલાં નેધરલેન્ડનો પ્રવાસ ફાયદો કરાવશે. પાકિસ્તાનની ટીમ સિરીઝ જીતીને એશિયા કપમાં પોઝિટીવ માઈન્ડ સેટ સાથે ભારત સામે રમવા ઉતરવા ઈચ્છશે.


આ પણ વાંચોઃ


Amreli : વાડી વિસ્તારમાં 2 ખેતમજૂરે વિજશોક મૂકી સિંહને મોતને ઘાટ ઉતાર્યો


Free Doorstep Banking Facility By SBI: આ લોકોને ઘરે જ મળશે SBI તમામ બેન્કિંગ સેવા, બેંકિંગ સંબંધિત સુવિધા મફતમાં મળશે


AAP Party Campaign: હવે અરવિંદ કેજરીવાલની નજર PMની ખુરશી પર, ટૂંક સમયમાં લોન્ચ કરશે આ કેમ્પેઈન