ICC releases its Men's Cricket FTP for 2023-2027: આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) એ બુધવારે 2023-2027 માટે પુરુષો માટે ફ્યૂચર ટૂર પ્રૉગ્રામ (FTP)ની જાહેરાત કરી દીધી છે. આની એફટીપીમાં તમામ ક્રિકેટ ટીમોનુ તમામ ફોર્મેટમાં કાર્યક્રમ અવેલેબલ છે. કુલ મળીને આ બધાની વચ્ચે 777 આંતરરાષ્ટ્રીય મેચો નક્કી કરવામાં આવી છે, આમાં 173 ટેસ્ટ, 281 વનડે મેચ અને 323 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો સામેલ છે. આ છેલ્લીવાર એફટીપીમાંથી 83 મેચો વધુ છે. 


ભારતીય ટીમ કાર્યક્રમની શું છે સ્થિતિ........... 
ભારતીય ટીના કાર્યક્રમની વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયા 2023 આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ પહેલા 27 વનડે મેચો રમશે. આ કાર્યક્રમ ચક્રમાં ટીમ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ-પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ પણ રમશે. ભારત આ એફટીપી કાર્યક્રમ દરમિયાન 18 ઓગસ્ટ, 2022 થી લઇને ફેબ્રુઆરી 2027 ની વચ્ચે 44 ટેસ્ટ, 63 વનડે અને 76 ટી20 મેચો રમવાની છે. 


આ દરમિયાન સર્વાધિક ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડની ટીમ રમશે. ઇંગ્લેન્ડ આ બધાની વચ્ચે 22 ટેસ્ટ મેચ રમશે. ઓસ્ટ્રેલિયન ટીમ 21 ટેસ્ટ મેચો અને ભારતીય ટીમ 20 ટેસ્ટ મેચો રમશે. 






દ્વીપક્ષીય ક્રિકેટ સીરીઝ ઉપરાંત આ ચાર વર્ષીય એફટીપીની વચ્ચે આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ અને ચેમ્પીયન્સ ટ્રૉફીની એક એક એડિશન પણ રમાશે. જ્યારે ટી20 વર્લ્ડકપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ ફાઇનલની બે -બે એડિશન રમાશે.


આ પણ વાંચો....... 


Amreli : વાડી વિસ્તારમાં 2 ખેતમજૂરે વિજશોક મૂકી સિંહને મોતને ઘાટ ઉતાર્યો


India Corona Cases Today: દેશમાં સતત બીજા દિવસે નોંધાયા 10 હજારથી ઓછા કેસ, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ


Gujarat Rain : તાપીના સોનગઢમાં સૌથી વધુ 7.7 ઇંચ વરસાદ, ડીસામાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો


Horoscope Today 17 August 2022: આજે આ 3 રાશિ પર રહેશે ગણપતિની વિશેષ કૃપા, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ


Free Doorstep Banking Facility By SBI: આ લોકોને ઘરે જ મળશે SBI તમામ બેન્કિંગ સેવા, બેંકિંગ સંબંધિત સુવિધા મફતમાં મળશે


Amul-Mother Dairy Milk Costly: અમૂલ અને મધર ડેરીનું દૂધ આજથી 2 રૂપિયા મોંઘું, જાણો નવા ભાવ


AAP Party Campaign: હવે અરવિંદ કેજરીવાલની નજર PMની ખુરશી પર, ટૂંક સમયમાં લોન્ચ કરશે આ કેમ્પેઈન