BAN vs SL: આઇસીસી વનડે વર્લ્ડકપ 2023માં અત્યારે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઇ રહી છે, આ મેચમાં આજે એક ચોંકાવનારી ઘટના ઘટી છે. આ મેચ દરમિયાન એવું બન્યું જે ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં ક્યારેય નથી બન્યુ. ખરેખરમાં, શ્રીલંકાના ખેલાડી એન્જેલો મેથ્યૂઝને ટાઈમ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આજ સુધી કોઈ બેટ્સમેનને આ રીતે આઉટ થઈને પેવેલિયન પરત જવું પડ્યું નથી.
વનડે વર્લ્ડકપ 2023માં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ શ્રીલંકા ક્રિકેટ ટીમ સામે ક્રિકેટ મેચ રમી રહી છે, આ મેચમાં જોરદાર ઘટના ઘટી છે, જેને તમામ દિગ્ગજોને ચોંકાવી દીધા, શ્રીલંકાના મિડલ ઓર્ડર બેટ્સમેન એન્જેલો મેથ્યૂઝને ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો. તે વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટાઇમ આઉટથી આઉટ થનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. એન્જેલો મેથ્યૂઝ એક પણ બૉલ રમ્યો ન હતો અને તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.
શું છે આખો મામલો ?
મેચમાં શ્રીલંકન બેટ્સમેન સદિરા સમરવિક્રમાના આઉટ થયા બાદ મેથ્યૂઝ બેટિંગ કરવા આવ્યો હતો. તેનું હેલ્મેટ યોગ્ય ન હતું અને તેને પહેરવામાં મુશ્કેલી હતી. આ કારણે તેને પેવેલિયનમાંથી અન્ય હેમલેટ લાવવા કહ્યું, જે દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને મેથ્યૂસ સામે આઉટ કરવાની અપીલ કરી. એમ્પાયરે મેથ્યૂસ પાસે ગયા અને તેને પાછા જવા કહ્યું, મેથ્યૂસ થોડીવાર એમ્પાયર સાથે દલીલ કરતો રહ્યો અને પછી પેવેલિયન પરત ફર્યો હતો.
શું છે નિયમ ?
નિયમ 40.1.1 અનુસાર, વિકેટ પડી ગયા પછી અથવા બેટ્સમેનના રિટાયર્ડ થયા પછી બેટ્સમેન બૉલ રમવાની 3 મિનિટની અંદર આગળનો બૉલ રમવા માટે તૈયાર હોવો જોઈએ. જો આમ ન થાય તો બૉલિંગ ટીમ અપીલ કરશે તો બેટ્સમેનને આઉટ જાહેર કરી શકાય છે. આમાં બૉલરને વિકેટનો શ્રેય મળતો નથી.