BAN vs AFG Match Report: બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને હરાવ્યું છે. શાકિબ અલ હસનની આગેવાનીમાં બાંગ્લાદેશની ટીમે અફઘાનિસ્તાનને 89 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ જીત બાદ બાંગ્લાદેશે તેની સુપર-4ની આશા જીવંત રાખી છે. આ પહેલા બાંગ્લાદેશને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ મેચમાં શાકિબ અલ હસનની ટીમે શાનદાર વાપસી કરી હતી. અફઘાનિસ્તાનને જીતવા માટે 335 રનનો ટાર્ગેટ હતો. પરંતુ અફઘાન ટીમ 44.3 ઓવરમાં માત્ર 245 રન પર જ સિમિત રહી હતી.
આવી હતી અફઘાન બેટ્સમેનોની હાલત
અફઘાનિસ્તાન તરફથી ઈબ્રાહિમ ઝદરાને 74 બોલમાં સૌથી વધુ 75 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 10 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ સિવાય હશમુતલ્લાહ શાહિદીએ પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. હશમુતલ્લાહ શાહિદીએ 60 બોલમાં 51 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. રાશિદ ખાને 15 બોલમાં 24 રન બનાવ્યા પરંતુ ટીમ માટે તે અપૂરતા સાબિત થયા. જ્યારે બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહેમદે 4 વિકેટ ઝડપી હતી. શરીફુલ ઈસ્લામે 3 વિકેટ લીધી હતી. હસન મહમૂદ અને મહેંદી હસન મિરાજને 1-1 સફળતા મળી હતી.
મહેંદી હસન મિરાજ અને નજમુલ હુસેન શાંતોએ શાનદાર સદી ફટકારી હતી
આ પહેલા બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશે 50 ઓવરમાં 5 વિકેટે 334 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મહેંદી હસન મિરાજ અને નજમુલ હુસેન શાંતોએ શાનદાર સદીની ઇનિંગ્સ રમી હતી. મહેંદી હસન મિરાજે 119 બોલમાં 112 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. જ્યારે નઝમુલ હુસૈન શાંતોએ 105 બોલમાં 104 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઉર રહેમાન અને ગુલબદ્દીન નાયબને 1-1થી સફળતા મળી હતી.
ભારત માટે હવે શું સમીકરણો છે:
ભારતની નેપાળ સામેની મેચ કરો યા મરો જેવી બની ગઈ છે. જો ટીમ નેપાળ સામે જીતશે તો તે સુપર-4માં જશે. જો તે હારી જશે તો નેપાળ આગામી રાઉન્ડમાં પહોંચી જશે.
જો નેપાળ સામેની મેચ પણ વરસાદને કારણે રદ્દ થાય તો ભારતને એક પોઈન્ટ મળશે અને તેનાથી તેના કુલ પોઈન્ટની સંખ્યા બે થઈ જશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આગામી રાઉન્ડમાં પહોંચશે.
નેપાળને આગામી રાઉન્ડમાં પહોંચવા માટે કોઈપણ ભોગે જીતવું પડશે. તેણે ચમત્કારિક પ્રદર્શન કરવું પડશે. જો મેચ રદ થાય તો પણ તેને માત્ર એક પોઈન્ટ મળશે અને બે મેચમાં કુલ એક પોઈન્ટ સાથે તે બહાર થઈ જશે.