હાલ બાંગ્લાદેશ તરફથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા સૌમ્ય સરકાર ગમે ત્યારે પોલીસના સંકજામાં આવી શકે છે, અને ત્રણ વર્ષની જેલ પણ થઇ શકે છે. તેના પર પોતાના જ લગ્નમાં હરણના ચામડાનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. આ કેસમાં માત્ર સૌમ્ય સરકાર જ નહીં આખો પરિવાર ફસાયો છે.
હરણના ચામડાનો ઉપયોગ કરવા બદલ વન્યજીવ નિયંત્રણ વિભાગે તપાસ શરૂ કરી દીધી છે, અને ગમે ત્યારે મોટી કાર્યવાહી થઇ શકે છે. આ મામલે અધિકારીઓએ જણાવ્યુ કે સૌમ્ય સરકારના ઘરે તપાસ અધિકારીઓને મોકલવામાં આવ્યા છે, જે બહુ જલ્દી રિપોર્ટ રજૂ કરશે.
જોકે, સૌમ્ય સરકારના પિતા કિશોરી મોહને આ અંગે જણાવતા કહ્યું કે, આ અમારા પરિવારનો એક રીતીરિવાજ છે, અમારા ત્યાં પૂજા માટે હરણના ચામડાનો ઉપયોગ થાય છે. મને હરણનુ ચામડુ મારા પિતાએ આપ્યુ હતુ અને તેમને તેમના પિતાએ આપ્યુ હતુ.