નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં વન ડે શ્રેણીમાં 3-0થી વ્હાઇટ વોશ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આજે પ્રથમ વન-ડે મેચમાં વિજયી શરૂઆત કરવા મેદાન પર ઉતરશે. બીજી તરફ સાઉથ આફ્રિકાએ ક્વિન્ટન ડી કોકની કેપ્ટનશીપમાં પોતાની અંતિમ વન-ડે સીરિઝમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3-0થી ક્લીન સ્વિપથી જીત હાંસલ કરી હતી. 2019 વર્લ્ડકપ બાદ સાઉથ આફ્રિકાની તમામ ફોર્મેટમાં સાત સીરિઝ બાદ આ પ્રથમ સીરીઝ જીતી હતી. ભારતીય ટીમ જીતના પાટા પર પરત ફરવા અને સાઉથ આફ્રિકા જીતનો સિલસિલો જાળવી રાખવા ટકરાશે.
કેટલા વાગે શરૂ થશે મેચ પ્રથમ મેચ આજે 1.30 કલાકે ધર્મશાળામાં રમાશે. 1.00 કલાકે ટોસ થશે. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામે પ્રથમ વન ડે રમાશે. કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી ત્રણ મેચની વન ડે સીરિઝનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. ડીડી સ્પોર્ટ્સ પરથી પણ મેચનું પ્રસારણ નીહાળી શકાશે. ક્રિકેટ પ્રેમીઓ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પરથી જોઈ શકશે. પ્રથમ વન ડે માટે સંભવિત ભારતીય ટીમઃ શિખર ધવન, પૃથ્વી શૉ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, લોકેશ રાહુલ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ. ઘરઆંગણે ભારતનો સાઉથ આફ્રિકા સામે કેવો છે દેખાવ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ભારતમાં કુલ 6 દ્વીપક્ષીય શ્રેણી રમાઈ છે. જેમાંથી ભારતોનો ચારમાં, દક્ષિણ આફ્રિકાનો એક અને એક સીરિઝ ડ્રો રહી છે.  ભારત દક્ષિણ આફ્રિકા સામે 2010માં દ્વીપક્ષીય શ્રેણી જીત્યું હતું.  આ પછી ભારતમાં  બંને દેશો વચ્ચે 2015માં વન જે શ્રેણી રમાઈ હતી. જેમા આફ્રિકાનો 3-2થી વિજય થયો હતો. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી 10માંથી 8 વન ડેમાં ભારતનો વિજય થયો છે. બંને ટીમો વચ્ચે છેલ્લે 2019ના વર્લ્ડકપમાં ટક્કર થઈ હતી. જેમાં ભારતનો 6 વિકેટથી વિજય થયો હતો. અત્યાર સુધી રમાયેલી ભારત-દક્ષિણ આફ્રિકા વન ડે શ્રેણી  પર નજર
વર્ષ વન ડે યજમાન કોનો થયો વિજય
1991 03 ભારત ભારતનો 2-1થી
1992 07 દ. આફ્રિકા દ.આફ્રિકાનો 5-2થી
1996 01 ભારત ભારતનો 1-0થી
2000 05 ભારત દ.આફ્રિકાનો 3-2થી
2005 04 ભારત 2-2થી ડ્રો
2006 04 દ.આફ્રિકા દ.આફ્રિકાનો 4-0થી
2007 03 આયર્લેન્ડ ભારતનો 2-1થી
2010 03 ભારત ભારતનો 2-1થી
2011 05 દ.આફ્રિકા દ.આફ્રિકાનો 3-2થી
2013 03 દ.આફ્રિકા દ.આફ્રિકાનો 2-0થી
2015 05 ભારત દ.આફ્રિકાનો3-2થી
2018 06 દ.આફ્રિકા ભારતનો 5-1થી
Coronavirus: ભારત સરકારે તમામ વિદેશી નાગરિકો માટે 15 એપ્રિલ સુધી વિઝા રદ્દ કર્યા, WHO એ જાહેર કરી મહામારી