BAN vs SL: UAEમાં ચાલી રહેલા એશિયા કપમાં આજે બાંગ્લાદેશ અને શ્રીલંકા (BAN vs SL) વચ્ચે મુકાબલો થશે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો એક-એક મેચ હારી ચૂકી છે. આવી સ્થિતિમાં આજની મેચ તેમના માટે 'કરો યા મરો'ની રહેશે. જે ટીમ મેચ જીતશે તે સુપર-4માં રહેશે અને જે હારશે તેના માટે આ એશિયા કપની છેલ્લી મેચ સાબિત થશે.


 એશિયા કપ 2022ના ગ્રુપ બીમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથે અફઘાનિસ્તાન છે. અફઘાનિસ્તાનની ટીમ બાંગ્લાદેશ અને શ્રીલંકાને હરાવીને સુપર-4માં સ્થાન નક્કી કરી ચૂકી છે. તેણે શ્રીલંકા સામે એકતરફી જીત નોંધાવી હતી, જ્યારે તેને બાંગ્લાદેશ સામે સારી લડત મળી હતી.


 બાંગ્લાદેશ અને શ્રીલંકા બંને ટીમો અત્યારે ઘણી નબળી છે. બંને ટીમોનો તાજેતરનો રેકોર્ડ ઘણો નબળો રહ્યો છે. જ્યારે બાંગ્લાદેશ તેની છેલ્લી 16 T20 મેચોમાંથી 14 હારી છે, જ્યારે શ્રીલંકાએ તેની છેલ્લી 14 T20 મેચમાંથી 10માં હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 12 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાંથી શ્રીલંકાએ 8 જ્યારે બાંગ્લાદેશે 4માં જીત મેળવી છે. પરંતુ જો આ બંને ટીમો વચ્ચેની છેલ્લી 3 મેચો પર નજર કરીએ તો અહીં બાંગ્લાદેશે 2 મેચમાં જીત મેળવી છે જ્યારે શ્રીલંકાએ માત્ર એક જ મેચ જીતી છે.


 બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અહીં મેચ તાજેતરમાં ઉપયોગમાં લેવામાં આવેલી પીચ પર જ યોજાવાની છે. આવી સ્થિતિમાં સ્પિનરોને વિકેટમાંથી મદદ મળવાની શક્યતાઓ વધી જશે. દુબઈમાં બીજી ઇનિંગમાં  બોલિંગ કરવી થોડી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ હંમેશા અહીં પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરે છે.


 બાંગ્લાદેશની સંભવિત પ્લેઇંગ ઇલેવન


મોહમ્મદ નઇમ, અનામૂલ હક, શાકિબ અલ હસન, અફીફ હુસૈન, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, સાબિર રહમાન, મહેંદી હસન, મોહમ્મદ સૈફુદ્દીન, નાસુમ અહમદ, મુસ્તફિઝુર રહમાન


 શ્રીલંકાની સંભવિત પ્લેઇંગ ઇલેવન 


કુસલ મેન્ડિસ, પાથુમ નિસાંકા, ચરિત અસાલંકા, ભાનુકા રાજપક્ષા, ધનુષ્કા ગુનાથિલાકા, દાસુન શનાકા, વાનિંદુ હસરંગા, ચામિકા કરુણારત્ને , મહીષ તિક્ષ્ણા, મથિષા પાથિરાના, દિલશાન માદુશંકા