IND vs SA Final:  T20 વર્લ્ડ કપ 2024 ની ફાઇનલ મેચ બાર્બાડોસ સ્થિત કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાશે. ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA Final) વચ્ચે આ ટાઈટલ ટક્કર 29 જૂને રમાવાની છે, પરંતુ અત્યાર સુધી વર્લ્ડ કપની ઘણી મેચો વરસાદને કારણે ધોવાઈ ગઈ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે બાર્બાડોસમાં 29મી જૂને પણ વરસાદની શક્યતા છે. જો કે ફાઈનલ મેચ માટે 30 જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે, પરંતુ અહીં જો વરસાદને કારણે 29 જૂને ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચ ન રમાઈ શકે તો શું કરવામાં આવશે?


જો ભારત-દક્ષિણ આફ્રિકા મેચમાં વરસાદ પડે તો....


ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઈનલ મેચના દિવસે બાર્બાડોસમાં 75 ટકા વરસાદની આશંકા છે. જો ફાઈનલ મેચમાં વરસાદ અથવા અન્ય કોઈ કારણસર વિલંબ થાય છે તો તે જ દિવસે મેચ પૂર્ણ કરવા માટે 190 મિનિટનો વધારાનો સમય લાગુ કરવામાં આવશે. મેચનું પરિણામ ત્યારે જ જાહેર કરવામાં આવશે જ્યારે બંને ટીમ ઓછામાં ઓછી 10 ઓવર રમશે. જો કોઈપણ ટીમ 10-10 ઓવર રમી શકશે નહીં તો મેચને રિઝર્વ ડેમાં શિફ્ટ કરવામાં આવશે.






જો રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડે તો


આઈસીસીના નિયમો કહે છે કે જો ફાઈનલ મેચ ન યોજાય અથવા ટાઈ થાય તો સુપર ઓવર કરવામાં આવે છે. જો કોઈ ટીમ રિઝર્વ ડે પર પણ વિજેતા બની શકતી નથી અને સુપર ઓવર પણ શક્ય નથી તો ફાઈનલ મેચનું પરિણામ 'નો-રિઝલ્ટ' તરીકે જાહેર કરવામાં આવશે. સુપર ઓવર ન થવાના કિસ્સામાં ભારત અને દક્ષિણ આફ્રિકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે T20 વર્લ્ડ કપના 17 વર્ષના ઈતિહાસમાં આજ સુધી કોઈ સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા નથી.