T20 World Cup semi-final: કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ કરી લીધો છે. ગુરુવારે રાત્રે રોમાંચક સેમી ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને પરાજય આપીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.


ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપીને મોટી ભૂલ કરી હતી. ગુરુવારે રાત્રે રમાયેલી T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઇનલમાં ભારતીય ટીમે આ મુશ્કેલ પિચનો ઝડપથી ફાયદો ઉઠાવીને 20 ઓવરમાં 171 રનનો પડકારજનક ટાર્ગેટ મૂક્યો હતો. જવાબમાં ઇંગ્લેન્ડની બેટિંગ 16.4 ઓવરમાં 103 રનમાં ધરાશાયી થઈ ગઈ અને ભારતે 68 રનની જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો.


રોહિતની ફિફ્ટી


પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને શરૂઆતમાં જ ઝટકો મળ્યો હતો જ્યારે વિરાટ કોહલી અને રિષભ પંત સસ્તામાં આઉટ થઈ ગયા. પરંતુ કેપ્ટન રોહિત શર્મા એક છેડે ટકી રહ્યા અને નવા બેટ્સમેન સૂર્યકુમાર યાદવ સાથે મળીને ટીમ ઈન્ડિયાનો સ્કોરબોર્ડ આગળ ધપાવ્યો. રોહિત શર્માએ 39 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. તેમની આક્રમક બેટિંગના કારણે ટીમ ઈન્ડિયાની રનરેટમાં વધારો થયો અને મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ.


સૂર્યકુમાર યાદવની શાનદાર બેટિંગ


કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની શાનદાર ભાગીદારીએ ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઇનલમાં મહત્વપૂર્ણ સ્કોર બનાવવામાં મદદ કરી. ત્રીજી વિકેટ માટે આ બંને ખેલાડીઓએ 73 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 રનને પાર કરવામાં મદદ કરી. સૂર્યકુમાર યાદવે આ ભાગીદારીમાં ખાસ યોગદાન આપ્યું. તેમણે 36 બોલમાં 47 રનની ઝંઝાવાતી ઇનિંગ રમી, જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.


અક્ષર પટેલનું ઓલરાઉન્ડ પ્રદર્શન


T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયાની જીતમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે બેટ અને બોલ બંનેથી ધમાકેદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. છેલ્લી ઓવરમાં 6 બોલમાં 10 રન બનાવ્યા, જેમાં 1 સિક્સરનો સમાવેશ થાય છે. તેણે 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ ઝડપી, જેમાં ખતરનાક જોસ બટલર, મોઈન અલી અને જોની બેરસ્ટોનો સમાવેશ થાય છે.


કુલદીપ યાદવની શાનદાર બોલિંગ


T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયાની જીતમાં સ્પિનર કુલદીપ યાદવે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરમાં માત્ર 19 રન આપીને ત્રણ વિખેટ ઝડપી હતી.


હાર્દિક બુમરાહનું શાનદાર પ્રદર્શન


હાર્દિકે આ મેચમાં શાનદાર બેટિંગ કરતાં બે છગ્ગા મારીને 13 બોલકમાં 23 રન બનાવ્યા હતા. તો જસપ્રીત બુમરાહે બે વિકેટ લીધી હતી.