Shubman Gill Post: વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે હરાવ્યું હતું. આ હારથી કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોના દિલ તૂટી ગયા. આ સિવાય ખેલાડીઓના ચહેરા પર હારનું દુ:ખ સ્પષ્ટ જોઈ શકાતું હતું. જોકે, ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેણે હાર બાદ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. શુભમન ગિલની પોસ્ટમાં તમામ ભારતીય ખેલાડીઓ જોવા મળે છે.
'ક્યારેક તમે તમારું 100 ટકા આપો છો, પરંતુ તે પૂરતું નથી'
શુભમન ગિલે પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે લગભગ 16 કલાક વીતી ગયા છે, આ બધું ગઈકાલે રાત્રે થયું. કેટલીકવાર તમે તમારું 100 ટકા આપો છો, પરંતુ તે પૂરતું નથી. અમે અમારા અંતિમ લક્ષ્ય સુધી પહોંચી શક્યા નહીં પરંતુ અદભૂત પ્રવાસમાં અમારી ટીમે ખૂબ જ સારી ટીમ ભાવના અને સમર્પણ બતાવ્યું.
'અમે હારી ગયા હોઈએ, પણ હાર પછી બધું ખતમ નથી થતું...'
શુભમન ગિલે વધુમાં લખ્યુ કે અમારા પ્રશંસકોએ અમને ખૂબ સપોર્ટ કર્યો, અમે જીતીએ કે હારીએ, તમારો સપોર્ટ અમારા માટે ઘણો મહત્વનો છે. પણ આ હાર પછી બધુ ખત્મ થયું નથી... જય હિન્દ. જો કે શુભમન ગિલની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. વાસ્તવમાં આ વર્લ્ડ કપમાં શુભમન ગિલે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું, પરંતુ ફાઈનલ મેચમાં 7 બોલમાં 4 રન બનાવીને તે મિચેલ સ્ટાર્કના બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 નવેમ્બર, ગુરુવારથી 5 મેચની T20 (India vs Australia T20 series 2023) શ્રેણી રમાશે. જ્યારે શ્રેણીની છેલ્લી મેચ 03 ડિસેમ્બર, રવિવારે રમાશે. આ સીરિઝ માટે ભારતીય ટીમની (Team India)જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને (Suryakumar Yadav) કેપ્ટન અને ઋતુરાજ ગાયકવાડને (Ruturaj Gaikwad) વાઈસ કેપ્ટન (Vice Captain) બનાવાયો છે.
શ્રેયસ ઐયર (Shreyas Iyer) છેલ્લી બે મેચમાં ટીમ સાથે જોડાશે અને વાઈસ કેપ્ટનની ભૂમિકા પણ નિભાવશે. ભારતે આ સિરીઝમાં પાંચ T20 રમવાની છે. ઈજામાંથી સ્વસ્થ થયેલા ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલની વાપસી થઈ છે.