Glenn Maxwell Praises Surya Kumar Yadav: ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હાલના સમયનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન બની ગયો છે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેને તાજેતરમાં જ ટી20 સીરીઝમાં સદી ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા, આ પહેલા તેને ટી20 વર્લ્ડકપ 2022માં પણ ધમાલ મચાવતી બેટિંગ કરી હતી. તેને વર્લ્ડકપમાં પણ ત્રણ ફિફ્ટી ફટકારીને ધમાલ કરી દીધી હતી. તેને ભારતનો 360 ડિગ્રી બેટ્સમેન કહેવામાં આવી રહ્યો છે, સૂર્યકુમાર યાદવની બેટિંગ પર ક્રિકેટ ફેન્સ અને દિગ્ગજો ફિદા છે, હવે આ લિસ્ટમાં વધુ એક નામ જોડાઇ ગયુ છે, અને તેને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનનુ. મેક્સવેલિ સૂર્યકુમાર યાદવની બેટિંગની પ્રસંશા કરતા ખાસ પ્રતિક્રિયા આપી છે. 


ગ્લેન મેક્સવેલે કરી સૂર્યકુમાર યાદવની પ્રસંશા - 
ખરેખરમાં, ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલને જ્યારે પુછવામાં આવ્યુ કે શું સૂર્યકુમાર યાદવને બિગ બેશ લીગમાં કૉન્ટ્રાક્ટ મળવો જોઇએ. તેના પર તેને મજેદાર જવાબ આપતા કહ્યું કે, અમારી પાસે પર્યાપ્ત પૈસા નથી, તેને ખરીદવા માટે અમારે દરેક ખેલાડીના કૉન્ટ્રાક્ટને બરખાસ્ત કરવો પડશે, કેમ કે અનુબંધિત ક્રિકેટરના કૉન્ટ્રાક્ટને કેન્સલ કરવા પડશે. 


સૂર્યકુમાર યાદવની પ્રસંશા કેટલાય ક્રિકેટર્સ અને એક્સપર્ટ કરી ચૂક્યા છે. તેને પોતાની બેટિંગથી અનેકને કાયલ કર્યા છે. હાલમાં સૂર્યકુમાર યાદવ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી વનડે સીરીઝનો ભાગ હશે, જે 25 નવેમ્બરે શરૂ થઇ રહી છે. 


કમાલના ફોર્મમાં છે સૂર્યકુમાર યાદવ -
સૂર્યકુમાર યાદવ હાલમાં ટી20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડકપમાં તેના બેટથી ખુબ રન નીકળ્યા છે. તેને ટી20 વર્લ્ડકપમાં 239 રન બનાવ્યા, આ દરમિયાન તે માત્ર એકવાર આઉટ થયો, આ ઉપરાંત તે હાલમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સીરીઝમાં કીવી ટીમ પર પણ હાવી રહ્યો, તેને આ સીરીઝમાં 124 રન બનાવ્યા, તેમાં એક ટી20માં સદી ઠોકીને કીવી ટીમને ધૂળ ચટાડી હતી.  


 


સૂર્યકુમાર યાદવનો દબદબો, ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં બન્યો 'પ્લેયર ઓફ ધ સીરીઝ'
ટી20 વર્લ્ડકપ બાદ સૂર્યકુમાર યાદવનો દબદબો હજુ પણ યતાવત છે, તેને ન્યૂઝીલેન્ડની સામે તેમની જ ધરતી પર તાબડતોડ ઇનિંગ રમતા સદી ફટકારી દીધી હતી. સૂર્યાએ બીજી બે ઓવલમાં રમાયેલી ટી20માં ધમાકેદાર બેટિંગ કરી હતી, જેમાં તેને સદી ફટકારી હતી. આ પરફોર્મન્સના આધાર પર તેને 'પ્લેયર ઓફ ધ સીરીઝ' નો એવોર્ડ આપવામાં આવ્યો છે.


ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં 'પ્લેયર ઓફ ધ સીરીઝ' નો એવોર્ડ મળ્યા બાદ સૂર્ય કુમાર યાદવે કહ્યું- અત્યાર સુધી જે રીતે હુ રમ્યો તે રીતે હુ ખુબ જ ખુશ છું, હું આવુ જ રમવા માંગીશ, જેમ કે સિરાજે કહ્યું હવામાન અમારી સાથે નથી આવામાં પ્રેશર રહે છે, અને તે સમયે હું મારી બેટિંગનો પુરેપુરો એન્જૉય લઉં છું. ત્યાં કોઇ બેગેઝ નથી લઇને જવુ પડતુ, ઇન્સ્ટન્ટ અને એપ્રૉચ બિલકુલ તે જ છે. બસ અમારે ત્યાં જવાનુ છે અને ખુદને એક્સપ્રેશ કરવાનુ છે. આ એક સારી ગેમ છે. વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની આ પહેલી દ્વીપક્ષીય ટી20 સીરીઝ હતી, જેને 1-0થી હાર્દિક એન્ડ કંપનીએ સીલ કરી લીધી હતી.