India vs New Zealand ODI Series: ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ T20 સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમ હવે વન-ડે સિરીઝ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હવે ટીમ ઈન્ડિયાની નજર વનડે શ્રેણી પોતાના નામે કરવા પર રહેશે. આવતીકાલથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સીરીઝનો પ્રારંભ થશે. શિખર ધવન વનડેમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. અમે તમને જણાવીશું કે તમે આ મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો.






તમે ક્યારે અને ક્યાં મેચ જોઈ શકશો


તમે 'DD ફ્રી ડિશ' કનેક્શન સાથે ઘરોમાં DD સ્પોર્ટ્સ પર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે સીરિઝનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો. આ રોમાંચક મેચનું લાઈવ સ્ટ્રીમિંગ એમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઈ શકાય છે.


શિખર ધવન કરશે કેપ્ટનશીપ


ભારત માટે વનડે શ્રેણીમાં ટીમની કમાન શિખર ધવનના હાથમાં રહેશે. વાસ્તવમાં ટી20 સીરીઝના કેપ્ટન હાર્દિક પંડ્યાને વનડે સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ટી20 ટીમ સિવાય વનડેમાં પણ ચાર વધુ ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતીય ટીમની ટી20 ટીમમાં ભુવનેશ્વર કુમાર, ઈશાન કિશન, હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજની જગ્યાએ શાર્દુલ ઠાકુર, કુલદીપ સેન, શાહબાઝ અહેમદ અને દીપક ચહરનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ભારતની યુવા ટીમ ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવશે કે નહીં.






વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા


શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન , વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.