ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) શનિવારે મહિલા એશિયા કપ 2024 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. આ એશિયા કપનું આયોજન શ્રીલંકામાં થશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં રમતી જોવા મળશે. જ્યારે સ્મૃતિ મંધાનાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે.






19 જૂલાઇથી શરૂ થવા જઇ રહેલા મહિલા એશિયા કપ માટેની ભારતીય ટીમમાં શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, ઋચા ઘોષ (વિકેટકીપર) જેવી સ્ટાર મહિલા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. મુખ્ય ટીમના 15 ખેલાડીઓ ઉપરાંત શ્વેતા સેહરાવત, સાયકા ઈશાક, તનુજા કંવર અને મેઘના સિંહને રિઝર્વ પ્લેયર તરીકે સામેલ કરવામાં આવ્યા છે.


ભારતને ટુર્નામેન્ટના ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે જેમાં કટ્ટર હરીફ પાકિસ્તાન, UAE અને નેપાળનો સમાવેશ થાય છે. ભારત તેની પ્રથમ મેચ 19 જૂલાઈએ પાકિસ્તાન સામે રમશે. આ પછી ટીમ ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં 21 જુલાઈએ UAE અને પછી 23 જુલાઈએ નેપાળ સામે ટકરાશે.


કાર્યક્રમ


19 જૂલાઇ – પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ, ભારત વિરુદ્ધ UAE


20 જૂલાઈ - મલેશિયા વિરુદ્ધ થાઈલેન્ડ, શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશ


21 જુલાઈ – નેપાળ વિરુદ્ધ UAE, ભારત વિરુદ્ધ પાકિસ્તાન


22 જુલાઈ – શ્રીલંકા વિરુદ્ધ મલેશિયા, બાંગ્લાદેશ વિરુદ્ધ થાઈલેન્ડ


23 જુલાઈ - પાકિસ્તાન વિરુદ્ધ UAE, ભારત વિરુદ્ધ નેપાળ


24 જુલાઈ – બાંગ્લાદેશ વિરુદ્ધ મલેશિયા, શ્રીલંકા વિરુદ્ધ થાઈલેન્ડ


26 જુલાઇ- સેમિફાઇનલ


28  જૂલાઇ- ફાઇનલ મેચ   


એશિયા કપ 2024 માટેની ભારતીય ટીમ


હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, ઋચા ઘોષ (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ અને સજના સજીવન.


રિઝર્વઃ શ્વેતા સહરાવત, સાઇકા ઇશાક, તનુજા કંવર અને મેઘના સિંહ