BCCI Annual Contract List: ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડે ભારતીય ખેલાડીઓ માટે નવુ વાર્ષિક કૉન્ટ્રાન્ટ લિસ્ટ જાહેર કરી દીધુ છે. બીસીસીઆઇએ વર્ષ 2022-23 સિઝન માટે પ્લેયર્સનું વાર્ષિક કૉન્ટ્રાક્ટ જાહેર કરી દીધુ છે. આ કૉન્ટ્રાક્ટમાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પ્રમૉશન મળ્યુ છે, અને હવે તે ગ્રેડ A+માં આવી ગયો છે, વળી, કેએલ રાહુલને ગ્રેડ A માંથી ગ્રેડ B માં ડિમૉટ કરી દેવામાં આવ્યો છે. ખાસ વાત છે કે, બીસીસીઆઇના આ કૉન્ટ્રાક્ટ લિસ્ટમાં કુલ 26 ખેલાડીઓને જગ્યા આપી છે ગ્રેડ A+ માં કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ઇન્જરીનો સામનો કરી રહેલા ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહે પોતાની જગ્યા યથાવત રાખી છે, હવે રવિન્દ્ર જાડેજાના આવવાથી આ ગ્રેડમાં સામેલ ખેલાડીઓની સંખ્યા ચાર થઇ ગઇ છે. આ ચારેય ખેલાડીઓને ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 દરમિયાન 7 કરોડ રૂપિયા હાંસલ થશે.
ગુજરાતી સ્ટાર ઓલરાઉન્ડરોને મળ્યુ પ્રમૉશન -
હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઋષભ પંત, અને અક્ષર પટેલને ગ્રેડ A માં સામેલ કરાયા છે. અક્ષર પટેલ પહેલા ગ્રેડ B અને હાર્દિક પંડ્યા ગ્રેડ Cમાં હતો. પરંતુ હવે તેમનું પ્રમોશન થયું છે. અનુભવી બેટર ચેતેશ્વર પૂજારા, કે એલ રાહુલ, શ્રેયસ ઐય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ ગ્રેડ B નો ભાગ છે. શુભમન ગિલની પણ આ વખતે પદોન્નતિ થઈ છે. ગ્રેડ B માં સામેલ થયેલા ખેલાડીઓને 3 કરોડ રૂપિયા મળે છે. ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડ્ડા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજૂ સેમસન, અર્શદીપ સિંહ અને વિકેટકિપર બેટર કેએસ ભરત ગ્રેડ C નો ભાગ છે અને તેમને એક કરોડ રૂપિયા મળશે. ભરત, ઈશાન કિશન અને અર્શદીપ સિંહને પહેલીવાર કોન્ટ્રાક્ટમાં જગ્યા મળી છે.
જાણો કયા ખેલાડીઓ આ લિસ્ટમાંથી થયા બહાર -
ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને દિગ્ગજ બેટર અજિંક્ય રહાણે હવે કોન્ટ્રાક્ટ લિસ્ટનો ભાગ નથી. રહાણે અને ઈશાંતને ગત સીઝનમાં ગ્રેડ B કોન્ટ્રાક્ટ અપાયો હતો. વિકેટકિપર બેટર ઋદ્ધિમાન સાહા, ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, મિડલ ઓર્ડર બેટર હનુમા વિહારી, ઓપનર મયંક અગ્રવાલ અને ઓલરાઉન્ડર દીપક ચાહરની પણ છુટ્ટી થઈ ગઈ છે. આમ જોઈએ તો આ વખતે ગ્રેડ A+ માં ચાર, A માં પાંચ, ગ્રેડ B માં છ અને ગ્રેડ C માં સૌથી વધુ 11 ખેલાડીઓને જગ્યા મળી છે.
સેન્ટ્રલર કોન્ટ્રાક્ટ પ્લેયર્સ (ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 સુધી)
ગ્રેડ A+ ( વાર્ષિક 7 કરોડ રૂપિયા)- વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા
ગ્રેડ A ( વાર્ષિક 5 કરોડ રૂપિયા)- હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ
ગ્રેડ B ( વાર્ષિક 3 કરોડ રૂપિયા)- ચેતેશ્વર પૂજારા, કે એલ રાહુલ, શ્રેયસ ઐય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ
ગ્રેડ C ( વાર્ષિક 1 કરોડ રૂપિયા)- ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડ્ડા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજૂ સેમસન, અર્શદીપ સિંહ, કે એસ ભરત