AUS vs IND ODI T20 Series: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારતીય ટીમ ઑક્ટોબર 2025માં ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. અહીં ODI અને T20 સિરીઝ રમાશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી વનડે સીરીઝનો ભાગ બની શકે છે. જ્યારે સૂર્યકુમાર યાદવ અથવા હાર્દિક પંડ્યાને T20 શ્રેણી માટે સુકાનીપદ મળી શકે છે. જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર માહિતી મળી નથી.

BCCIએ સોમવારે X પર એક પોસ્ટ શેર કરી હતી. બોર્ડે તેના માધ્યમથી માહિતી આપી કે ટીમ ઈન્ડિયા આ વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસના સમાચાર પહેલા જ આવી ગયા હતા. પરંતુ તેની સત્તાવાર જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. ભારતીય પુરૂષ ટીમ આ પ્રવાસમાં ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચોની શ્રેણી રમશે. જ્યારે ભારતીય મહિલા ટીમ ફેબ્રુઆરી 2026માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. તે ODI અને T20ની સાથે ટેસ્ટ પણ રમશે.  

મેન્સ ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ આ પ્રકારનું રહેશે -

ટીમ ઈન્ડિયા 19, 23 અને 25 ઓક્ટોબરે ODI સિરીઝ રમશે. શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં, બીજી એડિલેડમાં અને ત્રીજી મેચ સિડનીમાં રમાશે. T20 શ્રેણી 29 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી રમાશે.

મહિલા ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ આ પ્રકારનું રહેશે -

ભારતીય મહિલા ટીમ આવતા વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. તે 15 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી અને 21 ફેબ્રુઆરીએ ટી-20 મેચ રમશે. શ્રેણીની પ્રથમ મેચ સિડનીમાં, બીજી કેનબેરામાં અને ત્રીજી મેચ એડિલેડમાં રમાશે. આ પછી 24 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી અને 1 માર્ચે ODI મેચો રમાશે. એકમાત્ર ટેસ્ટ મેચ 6 માર્ચથી રમાશે.

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (3 ODI, 5 T20I)

19 ઓક્ટોબર : પ્રથમ ODI, પર્થ સ્ટેડિયમ (D/N)23 ઓક્ટોબર : બીજી ODI, એડિલેડ (D/N)25 ઓક્ટોબર: ત્રીજી ODI, સિડની (D/N)29 ઓક્ટોબર: 1લી T20I, કૈનબેરા (N)31 ઓક્ટોબર: બીજી T20I, MCG (N)2 નવેમ્બર: ત્રીજી T20I, હોબાર્ટ (N)6 નવેમ્બર: 4થી T20, ગોલ્ડ કોસ્ટ (N)8 નવેમ્બર: 5મી T20I, ગાબા (N)

મેન્સ એશિઝ 2025-26

21-25 નવેમ્બર: 1લી ટેસ્ટ, પર્થ સ્ટેડિયમ4-8 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, ગાબા (ડે-નાઈટ)17-21 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, એડિલેડ26-30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ, MCG4-8 જાન્યુઆરી, પાંચમી ટેસ્ટ, SCG