શ્રીલંકા પ્રવાસ માટેની ભારતીય ટીમની આજે જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં 6 યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. શિખર ધવનને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ભુવનેશ્વર કુમારને વાઈસ કેપ્ટન બનાવાયો છે.
શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમે 13 જુલાઈથી 3 વનડે અને 3 ટી20 મેચની શ્રેણી રમવાની છે. જેના માટે ભારતની બી ટીમ પ્રવાસ કરશે. મુખ્ય ટીમ હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ અને ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ માટે બ્રિટનમાં છે. જેના કારણે દિગ્ગજ ઓપનર શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો બીજી તરફ અનુભવી ભુવનેશ્વર કુમાર ટીમના ઉપ-કેપ્ટન રહેશે. ટી-20 અને વનડે બંને ફોર્મેટ માટે સમાન ટીમની પસંદગી કરવામાં આવી છે. જેમાં 20 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ ટીમમાં 6 ખેલાડીઓ છે, જે કોઈ પણ ફોર્મેટમાં પહેલીવાર ભારતીય ટીમનો ભાગ બન્યા છે.
શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઇશાન કિશન (વીકી), સંજુ સેમસન (વીકી), યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, કે ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (ઉપ-કપ્તાન), દીપક ચહર, નવદીપ સૈની, ચેતન સાકરીયા.