નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે (BCCI) કોરોનાના વધતા કેરની વચ્ચે ક્રિકેટને ફરીથી ચાલુ કરવાની તૈયારીઓ કરી લીધી છે. ક્રિકેટની ફરીથી પાટા પર લાવવા માટે BCCIએ ખાસ નિયમો બનાવ્યા છે. બોર્ડે તમામ રાજ્યોને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રૉસીઝર જાહેર કરી છે. એસઓપીથી રાજ્યોના ક્રિકેટ સંઘોને ફરીથી રમત શરૂ કરવામાં મદદ મળશે.

BCCIએ ઓસએપી દ્વારા હવે ક્રિકેટરો ટ્રેનિંગ શરૂ કરી શકશે. જોકે ટ્રેનિંગ શરૂ કરતા પહેલા ખેલાડીઓએ સહમતી ફોર્મ પર સાઇન કરવુ જરૂરી રહેશે. એસઓપીમાં એ સ્પષ્ટ છે કે 60 વર્ષની વધુ ઉંમરનો કોઇપણ વ્યક્તિ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ નહીં લઇ શકે.

BCCIના આદેશ બાદ બે રણજી ટીમો બરોડા અને બંગાળની રણજી ટીમોને પોતાના કૉચની સેવાઓ નહીં મળી શકે. બંગાળના કૉચ અરુણ લાલની ઉંમર 65 વર્ષની છે, જ્યારે બરોડા રણજી ટીમના કૉચ ડેવ વૉટમેર 66 વર્ષના છે. વૉટમેરને એપ્રિલમાં બરોડાના કૉચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વળી અરુણ લાલની આગેવાનીમાં બંગાળની ટીમ રણજી ટ્રૉફીની 2019-20ની સિઝનમાં ફાઇનસ સુધી પહોંચી હતી.



BCCIએ પોતાની એસઓપીમાં સ્પષ્ટ કર્યુ છે કે સપોર્ટ સ્ટાફ, એમ્પાયર, અને ગ્રાઉન્ડ સ્ટાફમાં જે પણ વ્યક્તિની ઉંમર 60 વર્ષથી વધુ છે, તે તમામ ટ્રેનિંગનો ભાગ નહીં બની શકે. કેમકે વધુ ઉંમરવાળા વ્યક્તિઓને કોરોનાનો ચેપ ઝડપથી લાગવાનો ખતરો રહે છે, એટલા માટે BCCI કોઇ રિસ્ક લેવા માંગત નથી.