Rohit Sharma retirement: ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રોહિત શર્માના ખરાબ પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી હતી કે તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. જો કે, BCCIના એક વરિષ્ઠ અધિકારીએ આ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. BCCIના અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે રોહિત શર્માની નિવૃત્તિ અંગે કોઈ ચર્ચા થઈ નથી અને આ માત્ર અફવાઓ છે.
BCCIના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "રોહિત શર્મા સાથે નિવૃત્તિને લઈને કોઈ વાતચીત થઈ નથી. આવી વાતો તદ્દન ખોટી છે અને અમે તેના પર કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી. અમે આવી અફવાઓ પહેલીવાર નથી સાંભળી રહ્યા. એ સાચું છે કે રોહિત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ તે ક્યારે નિવૃત્ત થશે તે સંપૂર્ણપણે તેનો નિર્ણય છે. અત્યાર સુધી રોહિતે નિવૃત્તિ વિશે કંઈ કહ્યું નથી અને અમારું ધ્યાન હાલમાં બાકી રહેલી ટેસ્ટ મેચો પર છે."
નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રોહિત શર્માનું બેટ શાંત રહ્યું છે. છેલ્લી 10 ઇનિંગ્સમાં તે માત્ર એક જ વાર 50 રનનો આંકડો પાર કરી શક્યો છે. તેના તાજેતરના સ્કોર્સ 3, 10, 6, 3, 11, 18, 8, 0, 52 અને 2 રહ્યા છે. આ ઉપરાંત, કેપ્ટન તરીકે પણ તે સતત સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણાની શ્રેણીમાં પણ ભારતનો 3-0થી પરાજય થયો હતો, જેના કારણે તેની કેપ્ટન્સી પર પણ સવાલો ઉઠ્યા હતા. આમ છતાં, BCCIએ સ્પષ્ટ કર્યું છે કે રોહિત શર્માની નિવૃત્તિની કોઈ વાત નથી અને ટીમનું ધ્યાન હાલમાં બાકી રહેલી મેચો પર છે.
તમને જણાવી દઈએ કે રોહિત પર્થ ટેસ્ટમાં પસંદગી માટે ઉપલબ્ધ નહોતો અને તેની ગેરહાજરીમાં કેએલ રાહુલે ઓપનિંગની જવાબદારી લીધી હતી. રાહુલ પોતાની બેટિંગથી પ્રભાવિત કરવામાં સફળ રહ્યો હતો. આ જ કારણસર રોહિત જ્યારે બીજી ટેસ્ટ માટે ટીમમાં આવ્યો ત્યારે તેણે ઓપનિંગને બદલે 6 નંબર પર રમવાનું પસંદ કર્યું. પરંતુ રોહિત બીજી અને ત્રીજી ટેસ્ટમાં રન બનાવી શક્યો નહોતો.
તમને જણાવી દઈએ કે મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા પહેલા દાવમાં 474 રન બનાવ્યા હતા. જવાબી ઇનિંગ્સમાં બીજા દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઇન્ડિયાએ 5 વિકેટ ગુમાવીને 164 રન બનાવી લીધા હતા. ઋષભ પંત (6) અને રવિન્દ્ર જાડેજા (4) ક્રિઝ પર છે.
આ પણ વાંચો....
Mohammed Shami: મોહમ્મદ શમી ક્યારે વાપસી કરશે? અચાનક BCCI એ કર્યો મોટો ખુલાસો