નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 સિઝનને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી થઇ રહી છે. માહિતી પ્રમાણે હવે આઇપીએલના આયોજનના સ્થળને લઇને બીસીસીઆઇ 3-2માં વહેંચાઇ ગયુ છે. હજુ સુધી દેશમાં જ આઇપીએલ કરાવવાના પક્ષમાં રહેલા લોકોનુ બોર્ડમાં પલડુ ભારે છે. જોકે જરૂર પડશે તે વિદેશમાં પણ આઇપીએલનુ આયોજન કરાવવાની માંગ ઉઠી રહી છે,
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બીસીસીઆઇના અધિકારીઓએ જાણકારી આપી છે કે આઇપીએલનુ આયોજન ભારતમાં જ થશે. જોકે સ્થિતિ સ્પષ્ટ નથી થાય તો લીગને ભારતની બહાર કરાવવાની પણ માંગ થઇ રહી છે. બોર્ડના અધિકારીઓએ નામ નામ આપવાની શરતે કહ્યું કે ઇન્ડિયા આઇપીએલ કરાવવાને લઇને પલડુ 3-2થી ભારે છે.
બીસીસીઆઇના અધિકારીનુ કહેવુ છે કે ઇન્ડિયામાં આઇપીએલનુ આયોજન કરાવવા પર દેશના લોકોમાં પૉઝિટીવ મેસેજ જશે, એટલુ જ નહીં વિદેશમાં જવાનો અર્થ છે કે ખેલાડીઓને મેદાન પર ઉતરતા પહેલા જ નવી ગાઇડલાઇન્સનો સામનો કરવો પડશે.
જોકે, બોર્ડમાં કેટલાક લોકોનુ માનવુ છે કે આઇપીએલના આયોજનને લઇને પ્રાથમિકતા હોવી જોઇએ, અને સ્થળને લઇને ચર્ચા ના થવી જોઇએ.એવી માંગ છે કે જરૂર પડ્યે વિદેશમા આઇપીએલના આયોજનને લઇને એક પ્લાન તૈયાર હોવો જોઇએ.
નોંધનીય છે કે વર્લ્ડકપ રદ્દ થવાની આશંકા દરરોજ વધી રહી છે, વર્લ્ડકપ રદ્દ થવાની સ્થિતિમાં ઓક્ટોબર-નવેમ્બરમાં આઇપીએલની 13મી સિઝનનુ આયોજન થઇ શકે છે. જોકે આ અગે હજુ સ્થિતિ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
IPL 2020 આયોજનને લઇને બે-ત્રણ ભાગમાં વહેંચાયુ BCCI, હવે અહીં રમાડવાની થઇ રહી છે માંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jun 2020 11:27 AM (IST)
બીસીસીઆઇના અધિકારીનુ કહેવુ છે કે ઇન્ડિયામાં આઇપીએલનુ આયોજન કરાવવા પર દેશના લોકોમાં પૉઝિટીવ મેસેજ જશે, એટલુ જ નહીં વિદેશમાં જવાનો અર્થ છે કે ખેલાડીઓને મેદાન પર ઉતરતા પહેલા જ નવી ગાઇડલાઇન્સનો સામનો કરવો પડશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -