BCCI First Reaction On Virat Kohli Test Retirement: વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. બીસીસીઆઈએ કહ્યું કે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય અચાનક લીધો નથી, તેમણે ઘણા સમય પહેલા જ નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું હતું. BCCI એ આજે ​​24 મે 2025 ના રોજ શનિવારના રોજ ઇંગ્લેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ દરમિયાન, બોર્ડ દ્વારા વિરાટ કોહલીની નિવૃત્તિ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

વિરાટ કોહલીની નિવૃત્તિ પર BCCIએ શું કહ્યું ?

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકર આજે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ માટે આવ્યા હતા. તેમાં, સૌ પ્રથમ ભારતીય ક્રિકેટ ટીમના આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની ટીમની જાહેરાત કરવામાં આવી. આ પછી અજિત અગરકરે વિરાટની નિવૃત્તિ પર કહ્યું કે કોહલીએ એપ્રિલની શરૂઆતમાં જ બીસીસીઆઈને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ વિશે જાણ કરી હતી. વિરાટે કહ્યું હતું કે તેણે ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું છે.

વિરાટ કોહલીની નિવૃત્તિ 

વિરાટ કોહલીએ 12  મે, 2025 ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. વિરાટ પહેલા ભારતની ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિરાટ કોહલી વિશે એવા પણ સમાચાર હતા કે તેમનો વિચાર બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે જેથી વિરાટ હમણાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ ન લે. બીસીસીઆઈના જણાવ્યા અનુસાર, વિરાટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પછી એપ્રિલમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની માહિતી બોર્ડને આપી હતી.  

ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે મિડલ ઓર્ડર બેટ્સમેન કરુણ નાયરની પસંદગી કરવામાં આવી છે. નાયર આઠ વર્ષ પછી ટેસ્ટ ટીમમાં પરત ફર્યા છે. તેણે ભારત માટે છેલ્લે 2017 માં ટેસ્ટ ક્રિકેટ રમ્યું હતું. શાર્દુલ ઠાકુરની ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે પણ પસંદગી કરવામાં આવી છે.

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ટીમ ઈન્ડિયા- શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન , કરુણ નાયર, નીતીશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશદીપ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.