Team India For England Tour 2025: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ભારતે ઇંગ્લેન્ડમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. યુવા બેટ્સમેન શુભમન ગિલને ટેસ્ટ કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. જ્યારે સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને ટીમમાં સ્થાન મળ્યું નથી.

 

બીસીસીઆઈએ શુભમન ગિલને ટેસ્ટ ટીમની કમાન સોંપી છે. જ્યારે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આશ્ચર્યજનક રીતે, સ્ટાર મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. તે IPL 2025 માં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. આ પહેલા તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ટીમ ઈન્ડિયાનો હીરો હતો.

IPL 2025 માં શાનદાર પ્રદર્શન કરી રહેલા સાઈ સુદર્શન અને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પહેલીવાર ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. લાંબા સમય પછી વાપસી કરી રહેલા કરુણ નાયરની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ફિટનેસના કારણોસર ટીમમાં સ્થાન મળ્યું નથી. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર પણ ટેસ્ટ ટીમમાં પરત ફર્યા છે. શ્રેયસ ઐયર આ ટીમનો ભાગ નથી, જ્યારે સરફરાઝ ખાનને પણ સ્થાન મળ્યું નથી.

બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશદીપ, અર્શદીપ સિંહ અને શાર્દુલ ઠાકુરના રૂપમાં 6 બોલરોની પસંદગી કરવામાં આવી છે. રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવના રૂપમાં ત્રણ સ્પિનર ​​છે.

ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે મિડલ ઓર્ડર બેટ્સમેન કરુણ નાયરની પસંદગી કરવામાં આવી છે. નાયર આઠ વર્ષ પછી ટેસ્ટ ટીમમાં પરત ફર્યા છે. તેણે ભારત માટે છેલ્લે 2017 માં ટેસ્ટ ક્રિકેટ રમ્યું હતું. શાર્દુલ ઠાકુરની ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે પણ પસંદગી કરવામાં આવી છે.

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ટીમ ઈન્ડિયા- શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન , કરુણ નાયર, નીતીશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસીદ કૃષ્ણા, આકાશદીપ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.