BCCI Prize Money To Team India: રવિવાર 28 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી એશિયા કપ ફાઇનલ (IND vs PAK Final) માં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો. ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને એશિયા કપ (asia cup  2025 ) જીત્યો. ફાઇનલ પછી પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન ટીમ ઇન્ડિયાએ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે, ભારતીય ટીમને પ્રાઈઝ મની  મળી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમ ઇન્ડિયાને પ્રાઈઝ મની તરીકે ₹21 કરોડની ભેટ આપી હતી.

Continues below advertisement

BCCI એ ₹21 કરોડની ભેટ આપી હતી 

ભારતીય ટીમે PCB ચીફ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી ન હતી કે ટીમ ઇન્ડિયાના કોઈપણ ખેલાડીને વિજેતા મેડલ મળ્યો ન હતો. જોકે, BCCI એ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને સ્ટાફ સભ્યો માટે અલગ ઇનામી રકમની જાહેરાત કરી છે. ટીમ ઇન્ડિયાએ એશિયા કપનો ખિતાબ જીત્યા પછી તરત જ  BCCI ના સોશિયલ મીડિયા હેન્ડલ પર X પર એક પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં ભારતીય ખેલાડીઓ અને સ્ટાફ સભ્યો માટે ₹21 કરોડની ઇનામી રકમની જાહેરાત કરવામાં આવી હતી.

Continues below advertisement

ટ્રોફી વગર જીતની ઉજવણી 

ભારતીય ખેલાડીઓએ એક પણ મેચ હાર્યા વગર એશિયા કપ 2025 ટુર્નામેન્ટ જીતી હતી. BCCI એ ટીમ ઈન્ડિયાને આ પ્રદર્શન માટે ઈનામ આપ્યું છે. જ્યારે ભારતીય ખેલાડીઓને ટ્રોફી  નહોતી લીધી પરંતુ ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી શાનદાર રહી હતી. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે બધા ખેલાડીઓએ ટ્રોફી પકડી રાખવાની એક્ટિંગ કરી અને હવામાં હાથ ઉંચા કરીને વિજયની ઉજવણી કરી. ભારતીય કેપ્ટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટીમના ઉજવણીનો ફોટો પણ શેર કર્યો, જેમાં ટ્રોફીનો ફોટો અલગથી એડિટ કરવામાં આવ્યો હતો.   

ફાઇનલ પછીનો એવોર્ડ સમારોહ પણ વિવાદોથી ભરેલો રહ્યો. ભારતીય ખેલાડીઓએ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો, જેના કારણે નકવીએ ટ્રોફી બહાર મોકલી દીધી હતી.