નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ-બીસીસીઆઇએ ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે મોટો નિર્ણય લીધો છે. અત્યારે બોર્ડે આઇપીએલ 2021 માટે થનારા મેગા ઓક્શનના આયોજન નહીં કરાવવાનો ફેંસલો કર્યો છે. આ મોટા ઓક્સનમાં તમામ ફ્રેન્ચાઇઝી પોતાની ટીમોને શરૂથી તૈયાર કરી છે, બોર્ડે કૉવિડ-19ના કારણે આ ઓક્શને અનિશ્ચિતકાળ સુધી ટાળી દીધી છે.


ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ન્યૂઝ વેબસાઇટ પર છપાયેલા અહેવાલ પ્રમાણે, સંભાવના છે કે આ વખતે બોર્ડ કોઇ ઓક્શન નહીં કરાવે. જો આમ થશે તો ફ્રેન્ચાઇઝીઓને આ જ ખેલાડીઓ સાથે આગામી સિઝન રમવી પડી શકે છે. હા ઇજાગ્રસ્ત કે બીજા કોઇ કારણોસર ખેલાડીઓને રિપ્લેશમેન્ટ મળી શકે છે.



આઇપીએલ 13મી એડિશન 10 નવેમ્બરે પુરી થશે, બાદમાં આઇપીએલને આગામી સિઝીન માટે બોર્ડની પાસે માત્ર સાડા ચાર મહિનાનો સમય હશે. બોર્ડની કોશિશ હશે કે 50થી વધુ દિવસ સુધી લીગને ચલાવે, અને 60 જેટલી મેચો હોય, જેથી હિતધારકોને આ વર્ષે જે નુકશાન થયુ છે તેની ભરપાઇ કરી શકાય.

ઉલ્લેખનીય છે કે, આ વખતે આઇપીએલ ટાઇટલ સ્પૉન્સર તરીકે ચીની કંપની વીવો ખસી જતા, દેશી બ્રાન્ડ પતંજલી ટાઇટલ સ્પૉન્સરની રેસમાં આવી ગઇ છે. આ ઉપરાંત ઓનલાઇન શૉપિંગ દિગ્ગજ કંપની અમેઝોન, ફેન્ટસી સ્પૉર્ટ્સ કંપની ડ્રીમ 11 અને ટીમ ઇન્ડિયાની જર્સી સ્પૉન્સર અને ઓનલાઇન લર્નિંગ કંપની બાયઝૂ પણ આ રેસમાં સામેલ છે.