નવી દિલ્હીઃ ગુજરાતના અમદાવાદમાં વિશ્વનુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે, તેનુ કામ લગભગ હવે પુરુ થવાની આરે છે. રિપોર્ટ પ્રમાણે તે આગામી વર્ષે તૈયાર થઇ જશે. બીસીસીઆઇ મોટેરાનું આ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના ઉદઘાટન માટે ખાસ પ્રકારની તૈયારી કરી રહ્યું છે.

બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એ વાત પર ઇશારો કર્યો છે કે, જો આ સ્ટેડિયમને માર્ચ મહિના સુધીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની સ્વીકૃતિ મળી જશે તો અહીં એક મોટી મેચ રમાડવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે અહીં એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચે મેચ રમાડવાની યોજના બનાવવામાં આવી રહી છે.



ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડેના એ વિશેનો એક પ્રસ્તાવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલને મોકલ્યો છે, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) પર લગભગ 90 હજાર દર્શકોને બેસવાની કેપેસિટી છે. જ્યારે સરદાર પટેલ સ્ટેડિયમમાં 1.10 લાખ દર્શકોને સમાવવાની કેપેસિટી છે.



સરદાર પટેલ સ્ટેડિયમ દુનિયાનુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમ 63 એકર જમીનમાં પથરાયેલુ છે, અને આખા પ્રૉજેક્ટની કિંમત 700 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. મોટેરા સ્ટેડિયમમાં 1982થી અત્યાર સુધી કુલ 12 ટેસ્ટ અને 24 વનડે મેચો રમાઇ ચૂકી છે.