નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે સીરીઝની શરૂઆત આગામી 6ઠ્ઠી ડિસેમ્બરથી થવાની છે. બન્ને ટીમ વચ્ચે 3 ટી20 અને 3 વનડે મેચોની સીરીઝ રમાવવાની છે. હાલમાં ટીમ ઇન્ડિયા પ્રથમ મેચ માટે હૈદરાબાદ પહોંચી ચૂકી છે. વિરાટે હૈદરાબાદ જતી વખતે ફ્લાઇટમાં ટીમ ઇન્ડિયાના સાથી ખેલાડીઓ સાથે ખુબ મસ્તી કરી હતી. તેની એક તસવીર પણ વાયરલ થઇ રહી છે. જેમાં કેપ્ટન કોહલીની સાથે કેએલ રાહુલ અને શિવમ ડુબે દેખાઇ રહ્યો છે.
વિરાટે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર આ તસવીરને શેર કરી છે, તેને લખ્યું કે, હૈદરાબાદ બાઉન્ડ. વનડે સીરીઝ.... પ્રથમ વનડે- 6 ડિસેમ્બર, 2019 - હૈદરાબાદ બીજી વનડે- 8 ડિસેમ્બર, 2019 - તિરુવનંતપુરુમ ત્રીજી વનડે- 11 ડિસેમ્બર, 2019 - મુંબઇ ટી20 સીરીઝ.... પ્રથમ ટી20- 15 ડિસેમ્બર, 2019 - ચેન્નાઇ બીજી ટી20- 18 ડિસેમ્બર, 2019 - વિજાગ ત્રીજી ટી20- 22 ડિસેમ્બર, 2019 - કટક