BCCI new guidelines: ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમની હાર બાદ BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)એ ખેલાડીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. બોર્ડે 10 નવા નિયમો જાહેર કર્યા છે, જેનું પાલન દરેક ખેલાડીએ કરવું પડશે. આ નિયમોમાં પરિવાર સાથેના પ્રવાસ અને સામાનના વજન સહિતના નિયમોનો સમાવેશ થાય છે. BCCIએ બેઠક બાદ દસ નિયમો જારી કર્યા છે. આનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. જો પાલન ન કરવામાં આવે તો કડક પગલાં લેવામાં આવી શકે છે. ખેલાડીઓની બેગના વજન અને ટીમ સાથે પ્રવાસ અંગેના નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે.
BCCI દ્વારા જાહેર કરાયેલા 10 મુખ્ય નિયમો
- ડોમેસ્ટિક ક્રિકેટ પર ધ્યાન: ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટ માટે તૈયાર રહેવું પડશે અને ડોમેસ્ટિક ક્રિકેટના ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા રહેવું પડશે. ફિટનેસ અને મજબૂતી પર ખાસ ધ્યાન આપવું પડશે.
- પ્રેક્ટિસમાં હાજરી: ખેલાડીઓએ પ્રેક્ટિસ સેશન અને મેચોમાં ટીમ સાથે રહેવું પડશે. મુખ્ય કોચ અને પસંદગી સમિતિની પૂર્વ મંજૂરી લીધા વગર ક્યાંય જઈ શકાશે નહીં.
- સામાનનું વજન: ખેલાડીઓએ નિયત કરેલી મર્યાદામાં જ સામાન લઈ જવાનો રહેશે. વધારે વજનના કિસ્સામાં ખર્ચ ખેલાડીએ પોતે ઉઠાવવો પડશે.
- વિદેશ પ્રવાસ (30 દિવસથી વધુ): ખેલાડીઓને 3 સૂટકેસ અને 2 કીટ બેગની મંજૂરી આપવામાં આવશે, જેનું કુલ વજન 150 કિલો સુધી હોઈ શકે છે. સપોર્ટ સ્ટાફ માટે 2 સૂટકેસ અને એક નાની બેગની મંજૂરી છે, જેનું વજન 80 કિલો સુધી હોઈ શકે છે.
- વિદેશ પ્રવાસ (30 દિવસથી ઓછો): ખેલાડીઓને 4 બેગ લઈ જવાની મંજૂરી આપવામાં આવશે અને વજન 120 કિલોથી વધુ ન હોઈ શકે. સપોર્ટ સ્ટાફ માટે 2 બેગ હશે, જેનું વજન 60 કિલો છે.
- હોમ સિરીઝ: ખેલાડીઓને કિટ બેગ સહિત 4 બેગની મંજૂરી આપવામાં આવશે, વજન 120 કિલો હોઈ શકે છે. સપોર્ટ સ્ટાફ માટે પણ 60 કિલોનો આ જ નિયમ હશે.
- પરિવાર સાથે પ્રવાસ (45 દિવસથી વધુ): જો વિદેશ પ્રવાસ 45 દિવસથી વધુનો હશે, તો ખેલાડીઓ તેમના પરિવારને વધુમાં વધુ 14 દિવસ માટે સાથે રાખી શકશે.
- પરિવાર સાથે પ્રવાસ (45 દિવસથી ઓછો): જો પ્રવાસ 45 દિવસથી ઓછો હશે તો પરિવાર 7 દિવસથી વધુ સમય માટે સાથે રહી શકશે નહીં.
- વ્યક્તિગત સ્ટાફ પર પ્રતિબંધ: ખેલાડીઓ તેમના વ્યક્તિગત રસોઈયા, હેર સ્ટાઈલિસ્ટ અને સુરક્ષા ગાર્ડને સાથે લઈ જઈ શકશે નહીં.
- ટીમ બસમાં જ મુસાફરી: ખેલાડીઓએ માત્ર ટીમની બસમાં જ મુસાફરી કરવી પડશે.
આ પણ વાંચો...
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત, પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લેશે આ દેશ