નવી દિલ્હીઃ કોરોના વાયરસના પ્રકોપના કારણે ભારતીય ક્રિકેટરો બે મહિનાથી ઘરોમાં કેદ થઇને બેઠા છે, 18 મેથી ભારતમાં લૉકડાઉન-4 શરૂ થઇ રહ્યું છે. આવામાં માહિતી મળી છે કે લૉકડાઉન-4 દરમિયાન ભારતીય ક્રિકેટરોને મેદાન પર પ્રેક્ટિસ કરવાની છૂટ મળી શકે છે.
બીસીસીઆઇ કોષાધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું કે 18 મેથી ક્રિકેટરોને મેદાનમાં ટ્રેનિંગ માટેની પરવાનગી મળી શકે છે. એટલે કહી શકાય કે ક્રિકેટરોની ફરીથી મેદાન પર વાપસી થશે.
અરુણ ધૂમલે કહ્યું કે, અમે બધા પ્રકારના ઓપ્શન તપાસી રહ્યાં છીએ, કે ખેલાડીઓ કઇ રીતે પોતાની ટ્રેનિંગ શરૂ કરી શકે છે. જોકે, હવે 18 મેએ સરકારની નવી ગાઇડલાઇન્સની અમે રાહ જોઇ રહ્યાં છીએ.મુસાફરીમાં પ્રતિબંધ હોવાના કારણે બીસીસીઆઇ એવો ઓપ્શન શોધી રહી છે કે ક્રિકેટરો પોતાના ઘરોની નજીક આવેલા મેદાન પર જ પ્રેક્ટિસ શરૂ કરે. તેમને કહ્યું કે બીસીસીઆઇ ખેલાડીઓની ટ્રેનિંગને લઇને કેન્દ્ર સરકાર પાસે સતત વાત કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં માત્ર મોહમ્મદ શમીના ઘરની નજીક જ મેદાન છે, બાકીના ખેલાડીઓ મોટા મોટા શહેરોમાં કેદ છે, જેની નજીક કોઇ મોટા મેદાનો નથી.
લૉકડાઉન-4માં ફરીથી મેદાન પર ઉતરશે ભારતીય ક્રિકેટરો, BCCIએ કહી આ વાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 May 2020 09:41 AM (IST)
બીસીસીઆઇ કોષાધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું કે 18 મેથી ક્રિકેટરોને મેદાનમાં ટ્રેનિંગ માટેની પરવાનગી મળી શકે છે. એટલે કહી શકાય કે ક્રિકેટરોની ફરીથી મેદાન પર વાપસી થશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -