BCCI scraps Impact Player Rule: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈમ્પેક્ટ પ્લેયર નિયમને સમાપ્ત કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. બધા રાજ્યોના ક્રિકેટ સંઘોને નોટિસ મોકલવામાં આવી ચૂકી છે કે આગામી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમ કોઈપણ રીતે લાગુ નહીં રહે. પરંતુ ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)ના આગામી સીઝન એટલે કે IPL 2025માં તેના ઉપયોગ પર હજુ કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.


BCCIએ રાજ્યોને મોકલેલી નોટિસમાં લખ્યું, "કૃપા કરીને ધ્યાન આપો કે BCCIએ વર્તમાન ઘરેલુ સીઝનથી ઈમ્પેક્ટ પ્લેયર નિયમને દૂર કરવાનો નિર્ણય લીધો છે." જણાવી દઈએ કે ઈમ્પેક્ટ પ્લેયર નિયમને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં એક પ્રયોગ તરીકે લાવવામાં આવ્યો હતો, જેના પછી તેને IPLમાં પણ લાગુ કરી દેવામાં આવ્યો હતો. IPLના ગયા સીઝન દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ટોપ ખેલાડીઓએ પણ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ પ્રત્યે વિરોધ વ્યક્ત કર્યો હતો.


વળી ગયા સીઝનમાં મોહમ્મદ સિરાજે કહ્યું હતું કે આ નિયમના આવવાથી IPLમાં બોલરો માટે કંઈ બચ્યું નથી. આ નિયમ એટલા માટે પણ ટીકાઓનો શિકાર રહ્યો કારણ કે તેને ઓલરાઉન્ડર ખેલાડીઓનું કરિયર બરબાદ કરવાનું કારણ ગણાવવામાં આવ્યું હતું. આ બધા છતાં મોટાભાગની IPL ટીમ માલિકો અને બ્રોડકાસ્ટર્સે કહ્યું હતું કે આ નિયમના આવવાથી ટૂર્નામેન્ટ વધુ રોમાંચક અને સ્પર્ધાત્મક બની ગઈ છે.


ખેર ઈમ્પેક્ટ પ્લેયર નિયમને હવે ભારતીય ઘરેલુ ક્રિકેટમાંથી હટાવી દેવામાં આવ્યો છે, પરંતુ એ જોવું રસપ્રદ રહેશે કે શું IPL 2025 પછી પણ આ નિયમ લીગમાં યથાવત્ રહેશે. હાલમાં એટલું નક્કી છે કે IPLના આગામી સીઝનથી ઈમ્પેક્ટ પ્લેયર નિયમ ક્યાંય જવાનો નથી. આ ઉપરાંત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પર નજર કરીએ તો BCCIએ ઘરેલુ T20 ક્રિકેટમાં એક ઓવરમાં 2 બાઉન્સર બોલના નિયમને ફરીથી લાગુ કરી દીધો છે.


આ નિયમના કારણે IPLની છેલ્લી સિઝનમાં 250થી વધુ રનના ઘણા સ્કોર બન્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ ખેલાડીઓએ આ નિયમની ટીકા કરી છે. રોહિતે પોડકાસ્ટમાં કહ્યું હતું કે આનાથી ઓલરાઉન્ડરોના વિકાસને અસર થશે.


આ પણ વાંચોઃ


IND vs BAN: 6,6,6,6,6..., સંજુ સેમસનનો તરખાટ; બાંગ્લાદેશના બોલરોને ધોઈ નાંખ્યા