Jay Shah On T20 World Cup Victory: તાજેતરમાં જ ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને ટી20 વર્લ્ડકપ જીત્યો હતો. હવે BCCI સચિવ જય શાહે એક મોટી જાહેરાત કરી છે. વાસ્તવમાં, જય શાહે ટી20 વર્લ્ડકપ જીતવાનો શ્રેય મુખ્ય કૉચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાને આપ્યો છે.


સાથે જ BCCI સેક્રેટરી જય શાહે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રોફી અંગે મોટી માહિતી આપી હતી. જય શાહે કહ્યું કે રોહિત શર્મા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.


ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આ રીતે ભારતીય ટીમ બીજી વખત ટી20 વર્લ્ડકપ ચેમ્પિયન બની છે. આ પહેલા ભારતે મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ટી20 વર્લ્ડકપ 2007 જીત્યો હતો, પરંતુ આ પછી લગભગ 17 વર્ષ વીતી ગયા, પરંતુ કોઈ સફળતા મળી નથી. જો કે હવે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે 17 વર્ષનો દુષ્કાળ ખતમ કરી દીધો છે.






ટી20 વર્લ્ડકપ જીતીને ભારતે 11 વર્ષથી ICC ટ્રોફી ના જીતવાના દુકાળનો અંત લાવી દીધો છે. આ ટી20 વર્લ્ડકપ પહેલા ભારતે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2013 જીતી હતી. જોકે ભારતીય ટીમ સતત ICC ટૂર્નામેન્ટના નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી રહી હતી, પરંતુ તે ટ્રોફી જીતવામાં સફળ રહી ના હતી. તમને જણાવી દઈએ કે ટી20 વર્લ્ડકપ 2024 અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર રમાયો હતો. ભારતીય ટીમે પોતાના અભિયાનની શરૂઆત આયરલેન્ડ સામે કરી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકાનો ખિતાબ મુકાબલામાં પરાજય થયો હતો. ભારતે ટૂર્નામેન્ટમાં તેની તમામ 8 મેચ જીતી હતી.