KL Rahul And Ravindra Jadeja Ruled 2nd Test: ભારતીય ટીમના ફેન્સ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે કારમી હાર બાદ હવે બીજી ટેસ્ટમાં પણ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે કે બે સ્ટાર ખેલાડીઓ ટીમમાંથી આઉટ થઇ ગયા છે. ખરેખરમાં, સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જેડજા અને મિડલ ઓર્ડર બેટ્સમેન કેએલ રાહુલ વિશાખાપટ્ટનમમાં રમાનારી બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. બીસીસીઆઈએ આ જાણકારી આપી છે.


બીજી ટેસ્ટઃ- સરફરાજ ખાનની એન્ટ્રી ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી
ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને બે મોટા ઝટકા લાગ્યા છે. રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાગ્રસ્ત છે અને બીજી ટેસ્ટ માટે ટીમની બહાર છે. બીસીસીઆઈએ આ જાણકારી આપી છે. બીજી ટેસ્ટ 2 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. જાડેજાને હેમસ્ટ્રિંગમાં ઈજા છે, જ્યારે રાહુલને ક્વાડ્રિસેપ્સની ઈજા છે.


બીસીસીઆઈએ કહ્યું કે, મેડિકલ ટીમ આ બંને પર નજર રાખી રહી છે. આ સાથે જ પસંદગી સમિતિએ આ બંનેના સ્થાને ત્રણ ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. બેટ્સમેન સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સુંદર ઈંગ્લેન્ડ લાયન્સ સામે ઈન્ડિયા A ટીમનો ભાગ હતો. હવે સુંદરના સ્થાને સરંશ જૈનને ઈન્ડિયા-એમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારત A અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે છેલ્લી મેચ 1 ફેબ્રુઆરીથી અમદાવાદમાં રમાશે.






બીસીસીઆઈએ એમ પણ કહ્યું કે, અવેશ ખાન ભારતીય ટીમનો એક ભાગ હોવા છતાં, તે રણજી ટ્રોફીમાં તેની મધ્યપ્રદેશની ટીમ સાથે પ્રવાસ કરવાનું ચાલુ રાખશે અને જરૂર પડશે તો તેને ટીમમાં બોલાવવામાં આવશે. જાડેજા અને રાહુલ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના ટ્રબલ-શૂટર તરીકે ઉભરી આવ્યા હતા. પ્રથમ દાવમાં રાહુલે 86 રન બનાવ્યા હતા જ્યારે જાડેજાએ 87 રન બનાવ્યા હતા. જો કે આ ઈનિંગ્સ છતાં ટીમ ઈન્ડિયા પ્રથમ ટેસ્ટ હારી ગઈ હતી.


સરફરાઝ છેલ્લી કેટલીક સિઝનમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાંનો એક રહ્યો છે, પરંતુ ઇંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ મેચ માટે ટીમની પસંદગી કરતી વખતે પસંદગીકારોએ તેની અવગણના કરી હતી. સરફરાઝે 45 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 69.85ની એવરેજથી 3912 રન બનાવ્યા છે. તેણે 14 સદી અને 11 અડધી સદી ફટકારી છે, જેમાં અણનમ 301 રન તેનો સર્વોચ્ચ સ્કોર છે. ઘણા સમયથી ટીમમાં તેની એન્ટ્રીની માંગ હતી અને હવે આ તક આવી છે.


ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે ભારતની અપડેટ ટીમઃ - 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), આવેશ ખાન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર, સૌરભ કુમાર.


IND vs ENG: હૈદરાબાદ ટેસ્ટમાં ઇગ્લેન્ડનો 28 રનથી વિજય, ભારતના બેટ્સમેનો ઘૂંટણીયે પડ્યા


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ ઈંગ્લેન્ડે 28 રને જીતી લીધી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 246 રન કર્યા હતા. જેના  જવાબમાં ભારતે 436 રન કર્યા હતા અને 190 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં ઈંગ્લેન્ડે 420 રન બનાવ્યા અને ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ટીમ ઈન્ડિયા 202 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી. ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં ભારતને 28 રને હરાવ્યું છે. આ મેચમાં ચોથા દિવસની શરૂઆત સુધી ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં હતી પરંતુ છેલ્લા દિવસે ઈંગ્લેન્ડે શાનદાર બોલિંગ કરી અને મેચ જીતી લીધી હતી. ઇંગ્લેન્ડે આ મેચ 190 રનથી પાછળ રહીને જીતી લીધી હતી. ઈંગ્લેન્ડની આ ઐતિહાસિક જીતના હિરો ઓલી પોપ હતો, જેણે બીજી ઈનિંગમાં 196 રન બનાવ્યા હતા અને ટોમ હાર્ટલી જેણે બીજી ઈનિંગમાં સાત વિકેટ લીધી હતી. ભારતીય ટીમ તેની છેલ્લી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે હારી ગઈ હતી. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને પ્રથમ દાવમાં 246 રન બનાવ્યા. જવાબમાં ભારતે 436 રન બનાવ્યા હતા અને 190 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં ઈંગ્લેન્ડે 420 રન બનાવ્યા અને ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ટીમ ઈન્ડિયા 202 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી.


ભારતીય બેટ્સમેનો હાર્ટલીની સ્પિન બોલિંગમાં ફસાયા


ભારતીય ટીમે બીજા દાવમાં શાનદાર શરૂઆત કરી હતી. શુભમન ગિલ અને રોહિત શર્માએ મળીને પ્રથમ વિકેટ માટે 42 રનની ભાગીદારી કરી હતી. પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા ટોમ હાર્ટલીએ યશસ્વીને આઉટ કરીને ઈંગ્લેન્ડને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ હાર્ટલીએ શુભમન ગિલ, કેપ્ટન રોહિત અને અક્ષર પટેલને આઉટ કરીને ભારતનું ટેન્શન વધાર્યું હતું. કેએલ રાહુલ પણ જો રૂટનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા બેન સ્ટોક્સના હાથે રન આઉટ થયો હતો.


શ્રેયસ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ તે લીચની સ્પિનમાં ફસાઈ ગયો. 119 રનમાં સાત વિકેટ પડી ગયા બાદ કેએસ ભરત અને આર. અશ્વિન વચ્ચે 57 રનની ભાગીદારી થઈ હતી. એવું લાગતું હતું કે બંને ખેલાડીઓ સાથે મળીને ભારતને જીતની નજીક લઈ જશે, પરંતુ ફરી એકવાર ટોમ હાર્ટલીએ બંનેને પેવેલિયન મોકલીને ભારતની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. આ પછી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે મળીને 25 રનની ભાગીદારી કરીને મેચને રોમાંચક બનાવી દીધી હતી. એવું લાગતું હતું કે મેચ પાંચમા દિવસે જશે પરંતુ ચોથા દિવસની રમતની છેલ્લી ઓવરમાં હાર્ટલેએ સિરાજને આઉટ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી.