બેન સ્ટૉક્સે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો સંદેશમાં કહ્યું, તે ખુદને ક્રિકેટ ગાર્ડન મેરાથૉન ટીમ એ ત્રણ વ્યક્તિઓથી પ્રભાવિત છે, જેમને પોતાના ઘરના પાછળના ભાગમાં ફૂલ મેરાથૉન દોડીને બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા અને ચાન્સ ટૂ શાઇન ફાઉન્ડેશન માટે રૂપિયા એકઠા કર્યા હતા.
તેને કહ્યું હું હંમેશાથી હાફ મેરાથૉન દોડવા માંગતો હતો, પણ ક્યારેય મોકો નથી મળ્યો. હવે લૉકડાઉનમાં બહાર નીકળીને ફંડ એકઠુ કરવુ એક સારો અવસર છે.
બેન સ્ટૉક્સે સ્વીકાર કર્યો કે તે આઠ કિલોમીટરથી વધુ નહીં દોડે, તેને કહ્યું મને આશા છે કે આનાથી લોકોને ક્રિકેટ ગાર્ડન મેરાથૉનને દાન આપવાની પ્રેરણા મળશે.