Bhuvneshwar Kumar: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમારની ક્રિકેટમાંથી સન્યાંસોની અટકળો હાલમાં વહેતી થઇ છે. આ અટકળો વહેતી થવાનું કારણ એ છે કે તેને ખુદ પોતાનું ઇન્સ્ટાગ્રામ બાયૉ બદલ્યું છે. ભુવીએ પોતાના બાયૉમાંથી 'ભારતીય ક્રિકેટર' શબ્દ હટાવી દીધો છે અને હવે તેના પર માત્ર 'ભારતીય' લખેલું છે. આ નાના અપડેટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તેની સંભવિત નિવૃત્તિની અફવાઓને વેગ આપી દીધો છે. જોકે, આ અંગે હજુ સુધી કોઇપણ પ્રકારની પુષ્ટી નઇ નથી.
પોતાની શાનદાર સ્વિંગ બૉલિંગ માટે જાણીતા ભુવનેશ્વર કુમાર હાલમાં 33 વર્ષનો છે. તેને છેલ્લે જાન્યુઆરી 2022માં ભારત માટે વનડે ક્રિકેટ મેચ રમી હતી. તે હાલમાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે. એવી અટકળો છે કે તે ઓગસ્ટના અંતમાં ભારતના આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન આયર્લેન્ડ સામેની ત્રણ મેચની ટી20 સીરીઝ પછી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
ખાસ વાત છે કે, BCCI દ્વારા સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીઓના લિસ્ટમાં અત્યારે ભુવનેશ્વર કુમારનું નામ નથી, જે દર્શાવે છે કે તે 2023માં આગામી ક્રિકેટ વર્લ્ડકપ માટે ભારતની ટીમનો ભાગ નહીં હોય.
2012માં શરૂ થયેલી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન ભુવનેશ્વર કુમાર ભારત માટે 87 ટી20, 121 વનડે અને 21 ટેસ્ટ મેચો રમીને મુખ્ય બૉલર રહ્યો છે. તેને તમામ ફોર્મેટમાં કુલ 294 વિકેટો ઝડપી છે, જેમાં સાતવાર પાંચ વિકેટો પોતાના નામે કરી છે.
ભુવીની ક્રિકેટમાંથી સન્યાની અફવાઓને તેની ખુદના ઇન્સ્ટાગ્રામ બાયૉમાં ફેરફારોથી વેગ મળ્યો છે. જોકે આ અંગે હજુ સુધી ભુવનેશ્વર કુમાર કે બીસીસાઇ તરફથી કોઇપણ પ્રકારનો ખુલાસો કે નિવેદન સામે આવ્યું નથી.