Deodhar Trophy 2023, Riyan Parag Century: ભારતમાં ક્રિકેટ અવ્વલ સ્થાન પર છે, કોણે ખબર કોણ ક્યારે શું કારનામું કરી દે છે. હવે આ કડીમાં વધુ એક યુવા ક્રિકેટર રિયાન પરાગનું નામ પણ જોડાઇ ગયુ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રૉયલ્સ તરફથી રમી રહેલા સ્પિન ઓલરાઉન્ડર રિયાન પરાગે બેટિંગમાં ધૂમ મચાવી દીધી છે. 2023 દેવધર ટ્રૉફીમાં પૂર્વ ઝૉન તરફથી રમી રહેલા રિયાન પરાગે ઉત્તર ઝૉનના બૉલરોની જબરદસ્ત ધુલાઇ કરી દીધી છે. રિયાન પરાગે ધારદાર બેટિંગ કરતાં સદી ફટકારી છે. રિયાન પરાગે માત્ર 102 બૉલમાં 131 રનની શાનદાર શતકીય ઇનિંગ રમી છે. આ ઇનિંગમાં તેને 11 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. પરાગે આ શતકીય ઇનિંગથી તેના ટીકાકારોને જડબાતોડ જવાબ પણ આપી દીધો છે.


84 બૉલમાં ફટકારી સદી - 
ઇનિંગ દરમિયાન ટીમ તરફથી છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા રિયાન પરાગે 50 ઓવરની આ મેચમાં માત્ર 84 બૉલમાં સદી ફટકારી હતી. આ દરમિયાન તેને 4 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. રિયાન પરાગ જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે તેની ટીમનો સ્કૉર 5 વિકેટે 57 રન હતો. પરાગે કુશાગ્રા સાથે છઠ્ઠી વિકેટ માટે 235 રનની ભાગીદારી કરી હતી. કુશાગ્રાએ 87 બૉલમાં 98 રનની ઇનિંગ રમી હતી.






ફ્લૉપ રહ્યો હતો રિયાન પરાગની ટીમનો ટૉપ ઓર્ડર - 
રિયાન પરાગની ટીમનો ટોપ ઓર્ડર એટલે કે ઈસ્ટ ઝૉન ખરાબ રીતે ફ્લૉપ થઈ રહ્યો હતો. ઓપનર અભિમન્યુ ઈશ્વરન 10, ઉત્કર્ષ સિંહ 11, વિરાટ સિંહ 02, સુબ્રાંશુ સેનાપતિ 13 અને કેપ્ટન સૌરભ તિવારી 16 રન બનાવી પેવેલિયન ભેગા થયા હતા. આ પછી રિયાન પરાગે ધમાકેદાર ઇનિંગ રમીને પોતાની ટીમને બચાવી લીધી હતી. રિયાન પરાગની ટીમે 50 ઓવરમાં 8 વિકેટે 337 રનનો વિશાળ સ્કૉર બનાવ્યો હતો.






 










--