દુબઈઃ યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલમાં કિંગસ ઈલેવન પંજાબ હાર પર હારનો સામનો કરીને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. પંજાબ સળંગ પાંચ મેચો હારતાં તેની હાલત ખરાબ છે.

પંજાબની ખરાબ હાલતમા તેના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનું મોટું યોગદાન છે કેમ કે 10.75 કરોડ રૂપિયામાં ખરીદાયેલા આ સ્ટાર ઓલરાઉન્ડર જરાય ચાલ્યો નથી. ઓલરાઉન્ડર તરીકે ટીમમાં લેવાયેલો કોટ્રેલ સાવ માથે પડ્યો છે.

મેક્સવેલ પંજાબે રમેલી તમામ મેચોમાં રમ્યો છે ને છ મેચોમાં તેણે માત્ર 48 રન બનાવ્યા છે. તોફાની બેટ્સમેન તરીકે જાણીતા મેક્સવેલનો હાઈએસ્ટ સ્કોર માત્ર 13 રન છે. મેક્સવેલે છ મેચમાં સાત ઓવર નાંખી છે તેમાં 65 રન આપીને માત્ર 1 વિકેટ લીધી છે.