હૈદ્રાબાદના કેપ્ટન વોર્નરે મેચ બાદ કહ્યું કે, “જ્યારે નિકોલસ પૂરન સ્ટેન્ડમાં છગ્ગા મારી રહ્યો હતો ત્યારે થોડો ડરી ગયો હતો. જોકે મારી પાસે હંમેશા ઉચ્ચ સંભવનાઓ હતી. હું ભાગ્યશાળી હતો કે હું તેની સાથે બાંગ્લાદેશમાં રમ્યો છું. તમે હંમેશા વિચરાત હોવ છો કે તમે શું કરી શકો છે. રાશિદ ખાન વર્લ્ડ ક્લાસ બોલર છે. તે હંમેશા દબાણની સ્થિતિમાં અમને બચાવે છે. આજે પણ તેણે એવું જ કર્યું. ખરેખર શું શાનદાર ખેલાડી છે.”
જ્યારે ભુવનેશ્વર કુમારે આઈપીએલ 2020થી બહાર થવા પર વોર્નરે કહ્યું કે, અમારા સૌથી મોટા ડેથ ઓવર બોલરના જવાથી દુખ છે. પરંતુ તેના જવાથી બાકીના બોલરોને તક મળશે.
વોર્નરે આગળ મેચમાં 97 રનની ઇનિંગ રમનાર જોની બેયરસ્ટોના ખૂબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે, બેયરસ્ટોની સાથે બેટિંગ કરવું પસંદ છે. તે સમયે હું માત્ર સ્ટ્રાઈક રોટેટ કરી રહ્યો હતો. જો અમે આ જ પ્રેશર રાજસ્થાન વિરૂદ્ધ બનાવવામાં સફળ રહ્યા તો એક સારી રમત જોવા મળશે.