મુંબઇ ઇન્ડિયન્સના નજીકના સુત્રોએ ગોપતનીયતાની શરત પર પીટીઆઇને કહ્યું કે, એ વાતની ખુબ સંભાવના છે કે રોહિત પ્લેઓફમાં રમશે. ટીમના ટૉપના બે સ્થાન નક્કી થયા બાદ તેની પાસે ફિટ થવાનો વધારાનો સમય રહેશે. મુંબઇ ઇન્ડિયન્સના નજીકના સુત્રો અનુસાર, રોહિત શર્મા પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ અંતિમ લીગ મેચમાં ટીમમાં વાપી કરી શકતો હતો, પરંત હવે જ્યારે દિલ્હી વિરુદ્ધની જી બાદ મુંબઇ 18 પૉઇન્ટ થઇ ગયા છે, તો તે મેચનુ કોઇ મહત્વ નથી રહ્યું. આવામાં રોહિત શર્મા પ્લેઓફમાં જ ટીમમાં વાપસી કરી શકે છે.
રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાંથી પણ ઇજાના કારણે પડતો મુકાયો છે, જો ઇજામાંથી બહાર નીકળશે તો ટીમ ઇન્ડિયામાં પણ તેના રમવાની સંભવાના બની શકે છે.
ઉલ્લેખનીય છે કે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધની મેચમાં રોહિત શર્માના ડાબા પગની નસો ખેંચાઇ ગઇ હતી, આ ઇજાના કારણે તેને નેશનલ ટીમમાં પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી પણ બહાર રખાયો છે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધની મેચ દરમિયાન પોલાર્ડે કહ્યું- રોહિત શર્મા સાજો થઇ રહ્યો છે, અને આશા છે કે તે જલ્દી વાપસી કરશે.
આઇપીએલ 2020ની 51મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 9 વિકેટે હરાવીને પ્લેઓફમાં પોતાનુ સ્થાન નક્કી કરી લીધુ છે. આ સિઝનમાં મુંબઇની આ 9મી જીત છે.