મેચ જીતવા 121 રનના લક્ષ્યાંકને હૈદરાબાદની ટીમે 14.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. વોર્નરે 8, સાહાએ 38, મનીષ પાંડેએ 26 રન બનાવ્યા હતા. હોલ્ડર 10 બોલમાં 26 રન ફટકારી નોટ આઉટ રહ્યો હતો. બેંગ્લોર તરફથી ચહલને 2 સફળતા મળી હતી.
મેચ હારવા છતાં આરસીબી પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. 13 મેચમાં 7 જીત અને 6 હાર સાથે 14 પોઇન્ટ સાથે -0.145 રનરેટ સાથે આરસીબી પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે છે.