Basit Ali On Champions Trophy 2025 Security Concern: ચેમ્પિયન્સ ટ્રૉફી 2025નું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે. 1996ના ODI વર્લ્ડકપ બાદ પાકિસ્તાન પહેલીવાર ICC ટૂર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. ભલે પાકિસ્તાન ટૂર્નામેન્ટનું યજમાન હોય, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આખી ચેમ્પિયન્સ ટ્રૉફી પાકિસ્તાનમાં રમાશે કે નહીં, કારણ કે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરવાના મૂડમાં નથી. આ દરમિયાન પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલીએ ચિંતા વ્યક્ત કરી હતી અને સુરક્ષાને લઈને મોટી ચેતવણી આપી હતી.
બાસિત અલીએ આગામી બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સીરીઝને લઈને સુરક્ષા વિશે વાત કરી. તેણે કહ્યું કે જો આ સીરીઝ દરમિયાન કોઈ ઘટના બનશે તો પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રૉફીના યજમાન અધિકાર ગુમાવશે. ચેમ્પિયન્સ ટ્રૉફીની હાથમાંથી નીકળી જશે.
બાસિત અલીએ પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું કે, "ચેમ્પિયન્સ ટ્રૉફી પાકિસ્તાનમાં હોવાથી અને બાંગ્લાદેશ બાદ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમોએ પ્રવાસ કરવો છે, તેથી અમારે સુરક્ષા પર ધ્યાન આપવું પડશે. ભગવાન ના કરે, જો આ પ્રવાસો વચ્ચે, જો આ ટૂર્સની વચ્ચે કોઈ પણ ઘટના બને તો અહીં પેશાવર અને બલૂચિસ્તાનમાં આપણા સૈનિકો શહીદ થઈ રહ્યા છે, પરંતુ આ ખોટું છે.
બાસિત અલીએ વધુમાં કહ્યું હતું કે વિદેશી ટીમોને પણ એટલી જ સુરક્ષા મળવી જોઈએ જેવી પાકિસ્તાનના વડાપ્રધાનને મળે છે. તેમણે કહ્યું, "અમારે સુરક્ષામાં સહેજ પણ ઉણપ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. વિદેશી ટીમોને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની જેમ સુરક્ષા મળવી જોઈએ. મને આશા છે કે મોહસીન નકવી આ બાબતો વિશે જાગૃત હશે."
ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે નહીં -
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રૉફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં તે અંગે હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી. અત્યાર સુધી સામે આવેલા તમામ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય ટીમ પાકિસ્તાન જવા માટે રાજી થઈ નથી. હવે ટૂર્નામેન્ટને લઈને શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રસપ્રદ રહેશે.