Rishabh Pant's Birthday: ઋષભ પંત (Rishabh Pant)નો આજે જન્મદિવસ છે, તે 25 વર્ષનો થઇ ગયો છે, સોશ્યલ મીડિયા તેને ફેન્સ ઢગલાબંધ શુભકામનાઓ આપી રહ્યાં છે, આ તમામ મેસેજીસમાં અત્યારે એક વિશ મેસેજ ખુબ ચર્ચામા છે, અને તે છે એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનો વિશ મેસેજ. બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ (Urvashi Rautela) ઋષભ પંત માટે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ફ્લાઇંગ કિસ આપતી દેખાઇ રહી છે. 


આ વીડિયોમાં ઉર્વશી રેડ ડ્રેસમાં એકદમ સુંદર લાગી રહી ચે. શરૂમાં તે પોતાના ક્યૂટથી એક્સપ્રેશન્સ આપી રહી છે, અને પછી ફ્લાઇંગ કિસ આપતી દેખાઇ રહી છે.. આ વીડિયોના કેપ્શનમાં તેને માત્ર 'Happy Birthday' લખ્યુ છે. અહી તેને કોઇનું નામ નથી લખ્યું. જોકે જે રીતે છેલ્લા કેટલાય દિવસોથી ઉર્વશી અને ઋષભ પંત વચ્ચે નિવેદનબાજી ચાલી રહી છે, તેને જોઇને કહી શકાય છે કે આ ઉર્શવીનું આ બર્થડ વિશે ઋષભ પંત માટે જ છે. 






આ રીતે શરૂ થયુ હતુ ચેપ્ટર -
ઉર્વશી રૌતેલાએ એક ઇન્ટરવ્યૂમાં ઋષભ પંત તરફ ઇશારો કરતાં કહ્યું હતુ કે, એક શખ્સે હૉટલની લૉબીમાં તેનો 10 કલાક ઇન્તજાર કર્યો હતો, ઉર્વશીએ આ દરમિયાન ખુબ વાતો કહી હતી, આ વીડિયો ખુબ વાયરલ થયો હતો, અને પછી પંતે આના પર પલટવાર કરતા ઇન્સ્ટા સ્ટૉરી લખી હતી, પીછા છોડો બહેન.... આ પછી બન્ને વચ્ચે જોરદાર નિવેદનબાજી શરૂ થઇ હતી, જોકે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઉર્વશીએ ઋષભ પંતનુ નામ લીધા વિના તેની માફી માંગી લીધી હતી.