India vs Australia Nagpur Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી એટલે કે ગુરુવારથી બૉર્ડર-ગાવસ્કર સીરીઝની શરૂઆત થઇ રહી છે. આવતીકાલથી પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં રમાશે. આ સીરીઝમાં કુલ ચાર ટેસ્ટ મેચો રમવાની છે. આ પહેલા જાણી લઇએ કેટલાક આંકડાઓ. રોહિત શર્માની કેપ્ટનશીપ વાળી ટીમ ઇન્ડિયા આમ તો મજબૂત છે, અને જીતનો પણ મોકો છે. જો બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં સૌથી વધુ વાર 'મેન ઓફ ધ મેચ' જીતનારા ખેલાડીઓની વાત કરીએ તો, આમાં રોહિત શર્મા ક્યાંય પણ નથી દેખાતો. સચીન તેંદુલકરે આ એવોર્ડ સૌથી વધુ વાર જીત્યો છે. 


બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં સચીન તેંદુલકર સૌથી વધુ વાર 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ જીતી ચૂક્યો છે. સચીન તેંદુલકરે 5 વાર આ એવોર્ડ પોતાના નામે કર્યો છે. ચેતેશ્વર પુજારા આ મામલામાં બીજા નંબર પર છે, તેને 4 વાર આ એવોર્ડ જીત્યો છે. સ્ટીવ સ્મિથ ત્રીજા નંબર પર તેને 3 વાર આ ખિતાબ કબજે કર્યો છે. માઇકલ ક્લાર્ક, રવીન્દ્ર જાડેજા, ઝહીર ખાન સંયુક્ત રીતે ચૌથા સ્થાન પર છે. આ તમામે સંયુક્ત રીતે આ ખિતાબ 2-2 વાર જીત્યો છે. રોહિત શર્માએ આ સીરીઝમાં એકવાર પણ 'મેન ઓફ ધ મેચ'નો ખિતાબ હાંસલ નથી કર્યો. 


જો ટેસ્ટ ફોર્મેટમાં 'મેન ઓફ ધ મેચ'ના ઓલઓવર રેકોર્ડ પર નજર નાંખીએ તો, આમાં જેક કાલિ, પહેલા નંબર પર છે, જેક કાલિસે 23 વાર આ એવોર્ડ પોતાના નામે કર્યો છે. જો ભારતીય ખેલાડીઓના લિસ્ટ પર નજર નાંખીએ તો આમાં સચીન તેંદુલકર પહેલા સ્થાન પર છે. તેને 14 વાર 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ જીત્યો છે. રાહુલ દ્રવિડ બીજા નંબર પર છે, રાહુલ દ્રવિડે 11 વારે 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ જીત્યો છે. જ્યારે વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન 9-9 વાર આ એવોર્ડ જીતી ચૂક્યા છે.


 


ટેસ્ટ શ્રેણી કઈ જગ્યાએ રમાશે



  • 9 ફેબ્રુઆરી 2023 થી 13 ફેબ્રુઆરી 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.

  • 17 ફેબ્રુઆરી 2023 થી 21 ફેબ્રુઆરી 2023 દરમિયાન દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાશે.

  • 1 માર્ચ 2023 થી 5 માર્ચ 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.

  • 9 માર્ચથી 13 માર્ચ, 2023 સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચોથી ટેસ્ટ મેચ રમાશે.