ઉલ્લેખનીય છે કે સૂર્યકુમાર યાદવે આઇપીએલમાં બેસ્ટ પ્રદર્શન કરીને 430 રન બનાવ્યા હતા, અને સમગ્ર આઇપીએલમાં નંબર ત્રણની પૉઝિશનમાં બેસ્ટ ખેલાડી પણ રહ્યો હતો.
વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાએ સૂર્યકુમાર યાદવને ટીમ ઇન્ડિયામાં સિલેક્શન ના થતા, બીસીસીઆઇના પસંગદીકારોને તતડાવ્યા છે. લારાએ કહ્યું- સૂર્યકુમાર એક ક્લાસ પ્લેયર છે, હું ફક્ત એવા ખેલાડીઓને નથી જોતો, જે રન બનાવે છે, હું તેમની ટેકનિક, કાબેલિયત, દબાણમાં રમવુ, જે ક્રમમાં તે બેટિંગ કરી રહ્યાં છે, એ બધુ જોઉં છુ. મારા હિસાબે સૂર્યકુમારે મુંબઇ માટે આઇપીએલમાં શાનદાર કામ કર્યુ છે.
પ્રતિકાત્મક તસવીર
લારાએ સૂર્યકુમાર યાદવને એક મહત્વનો ખેલાડી ગણાવ્યો, લારાએ કહ્યું- રોહિત શર્મા અને ક્વિન્ટૉન ડીકૉક બાદ સૂર્યકુમાર બેટિંગ કરવા આવતો હતો, તે દબાણમાં રહેતો હતો અને નંબર ત્રણ પર આવતો હતો, ઓપનરોને છોડીને નંબર ત્રણનો બેટ્સમેન કોઇપણ ટીમ માટે સર્વશ્રેષ્ઠ બેટ્સમેન હોય છે. સૌથી વિશ્વાસપાત્ર પણ હોય છે. ટીમ ઇન્ડિયામાં સૂર્યકુમારને ના રમાડવી મોટી ભૂલ છે.